રોડ પર પાનની પિચકારી મારનારા ‘જેટ’ કર્મીએ 100 દંડ ભરવો પડ્યો

ઇસનપુરમાં ગેરકાયદે દબાણ સહિતની કામગીરીમાં લોકોને દંડ ફટકારી રહેલી જેટની ટીમના સભ્ય અને ટ્રાફિકના પોલીસ જવાન જાહેરમાં થૂંકતાં એક સામાજિક કાર્યકર સહિત લોકોએ તેને દંડ કરવા જેટના સભ્યો પાસે જ માગ કરી હતી. આખરે તેની પાસે રૂ. 100 દંડ ભરાવડાવ્યો હતો.

ઇસનપુરમાં શનિવારે સાંજે 4 થી 5 વાગ્ય દરમિયાન જેટની ટીમ ગોવિંદવાડીમાં ચેકિંગ કરી રહી હતી. આ ટીમના સભ્ય અને ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ ગોવિંદભાઇએ પાનની પડીકી ખાઇ રોડ પર ફેંકી હતી તેમજ પીચકારી મારી હતી. તે સમયે ત્યાં હાજર સામાજિક કાર્યકર અતુલ દવેએ જેટની ટીમને કહ્યું હતુંકે, જ્યારે જાહેરમાં થૂંકનાર સામાન્ય નાગરિકો પાસેથી તમે દંડ લો છો, તો પછી આ તમારા સભ્ય જાહેરમાં થૂંક્યા તો તેમનો પણ દંડ વસૂલો. જે બાબતે લાંબી રકઝક બાદ આખરે જેટની ટીમે પોતાના સભ્યની રૂ.100ની દંડની પહોંચ ફાડી હતી. જે રકમ તેમણે તાત્કાલિક ભરી દીધી હતી.

અગાઉ વેજલપુર વિસ્તારમાં પણ આવી ઘટના બની હતી. જેમાં પણ અતુલભાઇએ જેટની ટીમ પાસે જ તેમના સભ્યને દંડ કરવા અને દંડ વસૂલવા માટે ફરજ પાડી હતી. તેમાં પણ પોલીસ કોન્સ્ટેબલે જાહેર રસ્તા પર થૂંકતાં તેને દંડ ભરાવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/34CjP6I

Comments