14 ઓવરબ્રિજ નીચે પાર્કિંગ થઈ શકશે, ચાર્જ રૂ.5થી રૂ.15

મ્યુનિસિપલ કોર્પોરેશને 14 ઓ‌વરબ્રિજ નીચે પે એન્ડ પાર્ક માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. આ બ્રિજ નીચે હાલ 6484 ટૂ-વ્હીલર અને 763 ફોર-વ્હીલર પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા છે. મ્યુનિ.એ સ્પષ્ટ કર્યું છેકે, પાર્કિગની જગ્યામાંથી વાહન ચોરાય કે વાહનને આગ લાગે તો તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની જ રહેશે.

ટૂ-વ્હીલર માટે પ્રથમ બે કલાકનો ચાર્જ રૂ.5 અને ફોર-વ્હીલર માટે આ ચાર્જ રૂ.15 છે. મધ્યમ અને ભારે વાહન માટે રૂ. 50 અને 75 નો ચાર્જ છે. 40 ટકા જગ્યા પાર્કિંગ પરમિટ માટે પણ ફાળવાશે અને 12 કલાક સુધી પાર્કિંગ માટે નીતિ ઘડાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/33qby4w

Comments