કેન્સરની સારવારમાં પ્રોટોન થેરપી માટે 15 કરોડ ફાળવાયા: મુખ્યમંત્રી

ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં આયોજિત રેડિયેશન ઓન્કોલોજીની 41મી વાર્ષિક કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુંં હતું કે, રાજ્ય સરકાર કેન્સરની નિ:શુલ્ક સારવાર માટે પ્રયત્નરત છે. વિશ્વભરમાં પ્રોટોન થેરાપી ચાલે છે, જે ભારતમાં માત્ર બેંગલુરુમાં છે.

પ્રોટોન થેરાપી માટે રાજ્ય સરકાર 350 કરોડનો ખર્ચ થશે અને તે માટે 15 કરોડની જોગવાઈ કરી દેવાઈ છે. એઆરઓઆઈસીઓએન-2019 કોન્ફરન્સ દરમિયાન ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું હતું કે, કેન્સરની સારવાર માટે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સતત કાર્યરત છે. અમદાવાદ ઉપરાંત સિદ્ધપુર, રાજકોટમાં પણ સારવાર માટે યુનિટ કાર્યરત કરાયાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - 15 crore allocated for proton therapy in cancer treatment cm 055053


from Divya Bhaskar https://ift.tt/2OAOjjX

Comments