નેશનલ સ્કૂલ ગેમ્સ અંડર 19 બોક્સિંગમાં મોઈને બ્રોન્ઝ જીત્યો

સિટી રિપોર્ટર | તાજેતરમાં દિલ્હી છત્ર સાલ સ્ટેડિયમ ખાતે યોજાયેલી 65મી નેશનલ સ્કૂલ ગેમ્સ બોય્ઝ અંડર 19 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં અમદાવાદના શેખ મોઇન અસલમભાઈએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. મોઈન આ વર્ષે સ્ટેટ સ્કૂલ ગેમ્સમાં ચેમ્પિયન બન્યો હતો અને તેના આધારે જ તેણે નેશનલમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ અગાઉ તે 2018-19માં ગુજરાત સ્ટેટ સ્કૂલ ગેમ્સમાં સ્ટેટ ચેમ્પિયન અને 2018માં ગુજરાત સ્ટેટ ચેમ્પિયન (ફેડરેશન) રહી ચૂક્યો છે. શેખ મોઈન આ અગાઉ પણ સ્ટેટ અને નેશનલ લેવલની ઘણી સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન રહી ચૂક્યો છે. તેણે કોચ મકસૂદ ખાન પાસેથી ટ્રેનિંગ મેળવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - moine wins bronze at the national school games under 19 boxing 055519


from Divya Bhaskar https://ift.tt/37Lvn9v

Comments