
નવા નિયમોના પાલનમાં કેટલાક સ્થળોએ ટ્રાફિક પોલીસ અને ટીઆરબી.ના જવાનો વાહનચાલકોની પાસેથી દંડને બદલે લાંચ લેવાતી હોવાની ફરિયાદો મળી હતી, જેથી એસીબીના ઉચ્ચ અધિકારીઓએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં એક નાગરિકને સામેલ કરાયો હતો. નાગરિક પોતાનંુ માલવાહક વાહન લઈ એસજી હાઈવે પર નીકળ્યો હતો. ત્યારે નિરમા યુનિવર્સિટી પાસે નાગરિકને કોન્સ્ટેબલ કલ્પેશ કોડીયાતર તથા ટીઆરબી જવાન અરુણ પટણીએ રોકીને પૂછપરછ કરી હતી, જેની સામે વાહનચાલકે દંડ ભરવાની તૈયારી બતાવી હતી. જો કે તેમને રૂ.200ની લાંચ માંગતા એસીબીની ટીમે ઝડપી લીધો હતો.
કલ્પેશ કોડીયાતર
અરૂણ પટણી
ફરિયાદના પગલે છટકાનું આયોજન
એસીબીમાં ફરિયાદ થાય ત્યારે લાંચનાં છટકાનંુ આયોજન કરી લાંચીયા લોકોની સામે કાર્યવાહી થાય છે. આ કેસમાં એસીબીએ ફરિયાદો વધતા સુઓમોટો કોગ્નીઝન્સ લઈ ડીકોય (લાંચના છટકા)નુ આયોજન કર્યંુ હતંુ, એમ અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક ડી.પી.ચુડાસમાએ જણાવ્યુ હતુ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33ptQ5X
Comments
Post a Comment