રાજ્યમાં એવરેજ 26 ટકા ફાસ્ટેગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ટ્રાન્સપોર્ટ સહિતની કારોમાં વધુને વધુ ઉપયોગ થાય તે માટે પ્રયાસ ચાલે છે. લોકોએ કોઇ પણ ભ્રામક વાતોમાં આવવાની જરૂર નથી.
ફાસ્ટેગ એક વોલેટ છે. બેંક નથી. તેવું કહેતા નેશનલ હાઇવે ઓથોરિટી (ફાસ્ટેગ) ડીજીએમ અમરિંદરકુમારે જણાવ્યું હતું કે રાજ્યના લોકો નેશનલ હાઇવે પર મુસાફરી કરવા જાય ત્યારે ફાસ્ટેગના વોલેટમાં ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરી બેલેન્સ કરી શકે છે.
વોલેટમાં મિનિમમ બેલેન્સ રૂપિયા 200 રાખવાની વાત પણ ખોટી છે. આ સિવાય વોલેટમાં નાણાં રાખવાની જરૂર નથી. હાલના નિયમ મુજબ ફાસ્ટેગ પાંચ વર્ષે રિન્યૂ કરાવવાનું રહેશે.
ફાસ્ટેગ માટે વાહનચાલકોએ ધ્યાનમાં રાખવા જેવી બાબત
















રાજ્યમાં 30 ટકા કામગીરી થવાની શક્યતા છે
રાજ્યમાં આગામી 30મી નવેમ્બર સુધીમાં ફાસ્ટેગની 30 ટકા કામગીરી થવાની શક્યતા છે. લોકોમાં હજી પણ જાગૃતિ નથી. જેના કારણે ફાસ્ટેગનું ધાર્યા જેટલું વેચાણ થતું નથી. આ આંકડામાં વધઘટ થવાની શક્યતા છે. પહેલી ડિસેમ્બરે કૅશની લાઇન એક જ રહેવાના કારણે ફાસ્ટેગના વેચાણમાં વધારો થવાની શક્યતા છે.
આ રીતે ફાસ્ટેગ મેળવી શકાશે
ફાસ્ટેગ માટે ફોટોગ્રાફ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઇડી, આધાર કાર્ડના પુરાવા જોઇશે. ઓનલાઇન ઉપરાંત ખાનગી અને સરકારી બેંક તેમજ ટોલટેક્સ પરથી ફાસ્ટેગ મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XWXgHb
Comments
Post a Comment