મહિલા સશક્તીકરણ અભિયાનના ભાગરૂપે શાહીબાગમાં 28 નવેમ્બરે મહિલા રોજગાર મેળો યોજાશે. આ રોજગાર મેળામાં સર્વિસ સેન્ટરની પાંચ કંપનીઓ આશરે 350થી વધુ પોસ્ટ પર પર્સનલ ઈન્ટરવ્યુના આધારે ફાઇનલ પસંદગી કરવામાં આવી છે. 18થી 35 વર્ષની વયની મહિલાઓને સેલ્સ, માર્કેટિંગ, ઇન્સ્યોરન્સ, બેન્કિંગ ક્ષેત્રે જોબ ઓફર કરવામાં આવશે. આ મહિલાઓ માટેના રોજગાર મેળામાં સેલ્સ, માર્કેટિંગ, ઈન્સ્યોરન્સ, બેન્કિંગ ક્ષેત્રની મહિલાઓને આવરી લેવાશે. શાહીબાગ-અસારવાની રોજગાર કચેરીમાં યોજાનારા જોબ ફેરમાં 5 કંપનીના સર્વિસ સેન્ટરમાં જગ્યાઓ માટે મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
આ જગ્યાઓ માટે શૈક્ષણિક લઘુતમ લાયકાત ધોરણ 10 પાસ રાખવામાં આવી છે, જ્યારે ધોરણ 12 પાસ અથવા તો ગ્રેજ્યુએટ મહિલાઓ પણ આ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. રોજગાર કચેરીમાં નામ નોંધાવ્યાં હોય તેવા અને નામ નોંધણી ન કરાવ્યાં હોય તેવા ઉમેદવારો પણ રોજગાર મેળામાં ભાગ લઈ શકશે તેમ મદદનીશ નિયામક એસ. આર. વિજયવર્ગીય અને મહિલા રોજગાર અધિકારી એસ. એસ. પોટાએ જણાવ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OkXK6N
Comments
Post a Comment