લાંભામાં ડેન્ગ્યુથી 3 વર્ષની બાળકીનું મૃત્યુ, માત્ર 23 દિવસમાં અધધ 651 કેસ નોંધાયા

છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુને કારણે લાંભાના ઈન્દ્રપુરીની 3 વર્ષની બાળકીનું એલ.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. બાળકીને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. મેલેરિયા વિભાગે ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગચાળાને નાથવા સોમવારે વધુ 10 એકમોને સીલ લગાવ્યા છે.

મ્યુનિ.એ સોમવારે કુલ 422 કન્સ્ટ્રક્શન સાઇટ, કોમર્શિયલ સાઇટ સહિત અન્ય એકમોની તપાસ કરી હતી. જેમાં 40 જેટલા એકમોને નોટિસ આપવામાં આવી હતી.

આ ઉપરાંત મ્યુનિ.એ મચ્છરો સામે જાગૃતિ લાવવા માટે 332 જેટલી શાળા-કોલેજો, 1014 રહેણાંકના મકાનો, 59 કોમર્શિયલ એકમો અને 25 ધાર્મિક સંસ્થાઓમાં જાગૃતિ માટે કાર્યક્રમો યોજ્યા હતા. મ્યુનિ.એ વસ્ત્રાલની દુકાન સ્કૂલ સહિત અન્ય એકમો પાસેથી વહીવટી ચાર્જ વસૂલ્યો હતો. જેમાં 40 એકમોને નોટિસ આપી તેમની પાસેથી વહીવટી ચાર્જ પેટે રૂ. 91500ની રકમ વસૂલી છે.

આ એકમ સીલ કરાયા

કાયાકલ્પ બાંધકામ સાઇટ, નરોડા

અપના ચિકન સેન્ટર, કુબેરનગર

મેડિકા બજાર, અભિષેક-2, અસારવા

કર્ણાવતીનગર બાંધકામ સાઇટ, સાબરમતી

યોર્ક પ્રિન્ટિંગ, બહેરામપુરા

અગ્રવાલ મેટલ ઇન્ડસ્ટ્રીઝ, વસ્ત્રાલ

અદિતરાજ આર્કેડ, જોધપુર

એમ.કે. કન્સ્ટ્રક્શન સાઇટ, વેજલપુર

જલારામ પરોઠા હાઉસ, ચાંદલોડિયા

સર્કલ બી કોમ્પ્લેક્સ, બોડકદેવ

રોગચાળાનું સરવૈયું

651

ડેન્ગ્યુ

367

ઝાડા-ઊલટી

219

મેલેરિયા

22

ચિકનગુનિયા



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2qKK5Nw

Comments