અમેરિકાના કેલિફોર્નિયા અને કોલોરાડોમાં 30 ઈંચ હિમવર્ષા, 600થી વધુ ફ્લાઇટ્સ રદ

વોશિંગ્ટન: અમેરિકાના કેલિફોર્નિયામાં હિમવર્ષા, ઝડપી પવન અને વરસાદની સાથે ત્રાટકેલા બરફના ચક્રવાતી તોફાને જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. માર્ગો પર બરફની 30 ઈંચ જાડી ચાદર છવાઈ છે. દેશભરમાં 600થી વધુ ફ્લાઈટો રદ કરવામાં આવી હતી. જ્યારે 500થી વધુ ફ્લાઈટો મોડી પડી હતી. થેન્ક્સગિવિંગની રજાઓ શરૂ થતાં પહેલાં જ ચક્રવાતી તોફાને અમેરિકીઓના પહેલાથી પ્લાનિંગ કરેલા કાર્યક્રમો બગાડી નાખ્યા હતા. આશરે 5.5 કરોડ અમેરિકીઓએ આ દરમિયાન ફરવાની યોજના બનાવી હતી. ગત રાત્રિએ તોફાની હિમવર્ષાને લીધે ડ્રાઈવર 17 કલાક સુધી હાઈવે પર જ ફસાઇ રહ્યા. મિસૌરી, ઓરેગોનમાં ઝડપી પવનને લીધે વીજસપ્લાય ખોરવાયો હતો. 17 હજારથી વધુ લોકો અંધારામાં રહેવા મજબૂર થયા હતા. શિકાગો એરપોર્ટ પર ફ્લાઈટો રદ થવાથી 1000થી વધુ યાત્રી પરેશાન થયા હતા. ડેનવર એરપોર્ટના પાર્કિંગમાં ઊભેલી ગાડીઓ પર બરફનાં થર જામી ગયાં હતાં.
અગાઉ 1962માં આવી સ્થિતિ સર્જાઈ હતી
ઓરેગોનના હવામાન વિભાગના વડા માર્ક સ્પિલ્ડ અનુસાર અગાઉ 1962માં આવું બરફનું તોફાન આવ્યું હતું. તેમણે કહ્યું કે શુક્રવાર સુધી તોફાન પૂર્વ કિનારા તરફ વધશે. તેને જોતાં 32 રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું છે. તમામ હાઈવે બંધ કરાયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ડેનવર એરપોર્ટના પાર્કિંગમાં ઊભેલી ગાડીઓ પર બરફનાં થર જામી ગયાં હતાં.


from Divya Bhaskar https://ift.tt/34zbBw4

Comments