વીમાના નાણા શેરબજારમાં રોકાણ કરાવી વૃદ્ધ સાથે 4.25 લાખની ઠગાઈ

નવરંગપુરામાં રહેતા વુદ્ધ પાસેથી તેમની જીવન વીમા પોલીસીની માહિતી મેળવ્યા બાદ લઘુુ પ્રિમિયમ ભરવાના બદલે આ રકમનું શેર બજારમાં રોકાણ કરવાથી સારો લાભ મળશે તેવી લાલચ આપીને એક વ્યક્તિએ 4.25 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ સાઈબર ક્રાઈમમાં નોધાઈ છે.

નવરંગપુરાની સ્વાતી સોસાયટીમાં રહેતા ગૌતમ ચુડગરને મોબાઈલ ઉપર રાહુલ શ્રી વાસ્તવ નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો અને પોતે રેલીગેરની હેડ ઓફિસથી વાત કરી રહ્યાનું જણાવ્યુંને વીમા પોલીસીઓમાં ભરેલા પ્રીમીયમના હપતાની માહિતી આપીને જો વધારે લાભ મેળવવો હોય તો આ બધી પોલીસીઓ બંધ કરી શેર બજારમાં રોકાણ કરો તેમ જણાવીને વિશ્વાસમાં લીધા હતા. જેથી ગૌતમભાઈએ વીમાની તમામ પોલીસીઓ બંધ કરાવી શેર બજારમાં રોકાણ કરવા માટે રાહુલની વાત અનુસાર અલગ અલગ રીતે મોટા વળતરની લાલચે 4.25 લાખ અલગ અલગ બેંકના ખાતામાં ભર્યા હતા. ત્યારબાદ ગૌતમભાઈને ફોન કરતા તેમનો ફોન બંધ આવતો હતો. જેથી કોઈ સંપર્ક થયો ન હોવાથી ઠગાઈ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેમણે રાહુલ શ્રી વાસ્તવ વિરુદ્ધ ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2OJ1SwD

Comments