ચાંદખેડા અને કૃષ્ણનગરમાં બંધ મકાનમાંથી 4.55 લાખની ચોરી

ચાંદખેડાના અને કૃષ્ણનગરમાં સોમવારે બે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ 4.55 લાખની મતા ચોરી ગયા હતા.આ અંગે ચાંદખેડા અને કૃષ્ણનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ચાંદખેડાના પલાશ સોસાયટીમાં રહેતા અને ઘરવખરી ફર્નિચરમાં ઈન્ટિરીયર ડિઝાઇનર તરીકે નોકરી કરતા ઉત્સવ પ્રજાપતિના બંધ ઘરમાં કોઈ અજાણી વ્યક્તિ ઘરનું લોક તોડી બેડરૂમના કબાટમાંથી 30 હજારના સોનાના પાટલા, 22 હજારની સોનાની ચેઇન, 18 હજારની સોનાની બુટ્ટી, 7 હજારની સોનાના કડા અને 70 હજાર રોકડા મળીને કુલ 3.47 લાખની મતાની ચોરી કરી ગઈ હતી.

બીજી તરફ કૃષ્ણનગરના શ્યામ એંકલેવ એપાર્ટમેન્ટમાં રહેતા સપનાબેન ત્રિવેદી તેમના પિતાને મળવા ગયા હતા. દરમિયાન તેમના બંધ ઘરમાંથી તસ્કરો 90 હજારની સોનાની બે બંગડી અને 15 હજારની બે સોનાની બુટ્ટી મળીને કુલ રૂ. 1.08 લાખની મતાની ચોરી ગયા હતા. આ અંગે ચાંદખેડા અને કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/34uKd2s

Comments