વચનામૃતનું સુવર્ણ પુષ્પોથી પૂજન, પદયાત્રામાં 5000થી વધુ જોડાયા

સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત ગ્રંથની 200મી જયંતીની શનિવારે ભવ્ય ઉજવણી કરાઈ હતી. દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે મણિનગર કુમકુમ મંદિર ખાતે વચનામૃતનું સુવર્ણ પુષ્પોથી પૂજન કરાયું હતું. મંદિરના મહંત આનંદપ્રિયદાસજીએ પંચરત્નથી ગ્રંથનો અભિષેક અને તુલાવિધિ કરી હતી. હીરાપુરમાં સ્વામિનારાયણ કુમકુમ સેવા કેન્દ્ર ખાતે આજે વચનામૃત ગ્રંથનું સુવર્ણ પુષ્પોથી પૂજન કરાશે. દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે મણિનગર ગાદી સંસ્થાનમાં પણ ગ્રંથરાજનું વિશેષ પૂજન કરાયું હતું. જ્યારે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય લાલજી મહારાજ કૌશલેન્દ્રપ્રસાદજીની અધ્યક્ષતામાં પદયાત્રા યોજાઈ હતી.

મણિનગર ગાદી સંસ્થાનમાં વચનામૃતનું વિશેષ પૂજન કરાયું, હીરાપુર કુમકુમ સેવા કેન્દ્રમાં આજે તુલાવિધિ કરાશે

કુમકુમ મંદિર | મણિનગર કુમકુમ મંદિરમાં મહંત આનંદપ્રિયદાસજી સ્વામી દ્વારા વચનામૃતનો પંચરત્નથી અભિષેક અને તુલાવિધિ કરવામાં આવી હતી.

5 સદગુરુએ ગ્રંથ તૈયાર કરી વિશ્વને ભેટ આપી હતી

સ્વામિનારાયણ ભગવાને તેમની હયાતીમાં શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથ પાંચ સદગુરુ પાસે તૈયાર કરાવી વિશ્વને ગ્રંથની ભેટ આપી હતી. આ ગ્રંથમાં 273 વચનામૃત છે. મનુષ્ય સ્નેહ, સંપ, શાંતિથી જીવન જીવી શકે તે માટેના સુંદર ઉપાય વચનામૃત ગ્રંથમાં દર્શાવાયા છે.

કાલુપુર સ્વામિનારાયણ મંદિર | કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.

લાલજી મહારાજની અધ્યક્ષતામાં પદયાત્રા યોજાઈ

કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ આચાર્ય લાલજી મહારાજ કૌશલેન્દ્રપ્રસાદજીની અધ્યક્ષતામાં 5 હજારથી વધુ હરિભક્તોએ પદયાત્રા કરી હતી. આ પદયાત્રામાં મહિલાઓ, યુવાનો જોડાયા હતા. કાળપુર સ્વામિનારાયણ મંદિર ખાતે પદયાત્રાનું સમાપન થયું હતું.

કુમકુમ મંદિરમાં પંચરત્નથી ગ્રંથનો અભિષેક અને તુલાવિધિ કરાઈ

કાલુપુર મંદિરની પદયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો

ગાદી સંસ્થાન | મણિનગર ગાદી સંસ્થાનમાં વચનામૃતનું વિશેષ પૂજન.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - more than 5000 joined in the pedestal with the golden floral wreath of the vachamrut 055102
Ahmedabad News - more than 5000 joined in the pedestal with the golden floral wreath of the vachamrut 055102
Ahmedabad News - more than 5000 joined in the pedestal with the golden floral wreath of the vachamrut 055102


from Divya Bhaskar https://ift.tt/37SaFVI

Comments