7 રાજ્યોના ઑથર દ્વારા લિખિત બુકનું વિમોચન કરવામાં આવ્યું

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સાત રાજ્યોના ઑથર દ્વારા લખાએલી બુકનો વિમોચન પ્રોગ્રામ યોજાયો હતો. ‘ફાર્મિંગ ફ્ચુચર્સ : ઈમર્જિંગ સોશિયલ આંત્રપ્રિન્યોરશિપ ઈન ઈન્ડિયા’ નામના આ પુસ્તકમાં 10 રાજ્યોના લોકોએ સોશિયલ આંત્રપ્રિન્યોર ક્ષેત્રે કરેલા કાર્યને પ્રકાશિત કરાયું છે. જેનું સંપાદન અજિત કાનિટકર અને સી શંભુ પ્રસાદ દ્વારા કરાયું હતું. આ સાથે જ આ વિષય પર અન્વેષ ફાઉન્ડેશન અને આઈસીડ ઈરમા દ્વારા આ વિષય પેનલ ડિસ્કશન પણ યોજવામાં આવી હતી. જેમાં સોશિયલ આંત્રપ્રિન્યોરશિપના મહત્વને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાંચ પેનલ મેમ્બર્સ અને વિવિધ એનજીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખાસ કરીને આસામના આંત્રપ્રિન્યારે સોપારીના પાનમાંથી થાળી, વાટકી સહિતના વાસણો બનાવ્યા છે. તેને લઈને વિશેષ રૂપે ચર્ચા કરવામાં આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - the book was released by the author of 7 states 055509


from Divya Bhaskar https://ift.tt/2DyCOTG

Comments