ઉછીના 8.50 કરોડ પરત ન આપતા ઓફિસમાં ફાયરિંગ કર્યાનો ઘટસ્ફોટ

સેટેલાઈટ ઈસકોન મોલની સામે સુરમાઉન્ટ ટાવરની ઓફિસમાં શુક્રવારે થયેલા ફાયરિંગના કેસમાં નવો જ ઘટસ્ફોટ થયો છે. ફાયરીંગ કરનાર પ્રકાશભાઇ રાવલના દીકરા કવન અને તેના ભાગીદાર પિયુશ દોશીએ પ્રિતેશ શાહને 4 વર્ષમાં સવા કરોડ નહીં પરંતુ રૂ.8.50 કરોડ આપ્યા હતા. તે પૈસા પાછા આપવા ન પડે તે માટે પ્રિતેશે કુખ્યાત સ્ટીવન ટેકરીવાલાને હવાલો આપ્યો હતો. જ્યારે પણ પ્રકાશભાઇ પૈસાની ઉઘરાણી માટે પ્રિતેશ પાસે જતા ત્યારે પ્રિતેશ સ્ટીવનને ફોન કરતો અને સ્ટીવન પ્રકાશભાઇને પૈસા ભુલી જવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

ફાયરિંગ કરનાર પ્રિતેશ શાહ જાતે જ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે, કવન રાવલ અને પિયુશ દોશી પાસેથી જમીનના ધંધા માટે, પ્લાસ્ટીકના ધંધા માટે પ્રિતેશે 8.50 કરોડ લીધા હતા.તેમાંથી 1.30 કરોડ પાછા આપ્યા હતા. જ્યારે બાકીના રૂ.7.20 કરોડ પ્રિતેશ પ્રકાશભાઇને પાછા આપવા માંગતો ન હતો.

જ્યારે પણ કવન - પિયુશ કે પ્રકાશભાઇ પ્રિતેશ પાસે પૈસા માંગવા જતા ત્યારે પ્રિતેશ તેમને આ પૈસા મેં સ્ટીવન ટેકરીવાલને ચૂકવી દીધા છે. હવે બાકીના પૈસા તે જ તમને આપશે. તેમ કહેતો હતો. પ્રકાશભાઇ પ્રિતેશની ઓફિસમાં પૈસાની ઉઘરાણી માટે ગયા ત્યારે પ્રિતેશે સ્ટીવન સાથે ફોન ઉપર વાત કરાવતા સ્ટીવને પ્રકાશભાઇને ધાક ધમકી આપી હતી. સ્ટીવનની ધમકીઓથી તંગ આવીને જ પ્રકાશભાઇએ પ્રિતેશની ઓફિસમાં જઇને ગોળીબાર કર્યો હતો. આ અંગે સેટેલાઈટ પીઆઈ પી.ડી.દરજીએ જણાવ્યું હતુ કે હજુ સુધી સ્ટીવનની ધરપકડ કરવામાં આવી નથી.

પૈસાના બદલે 8.50 કરોડના ચેક આપ્યા

પ્રિતેશે કવન રાવલ અને પિયુશ દોશી પાસેથી 4 વર્ષમાં ટુકડે ટુકડે રૂ.8.50 કરોડ ઉછીના લીધા હતા. જેની સામે પ્રિતેશે કવનના પિતા પ્રકાશભાઇને ચેકો પણ આપ્યા છે. તે તમામ ચેકો પ્રકાશભાઇની પાસે જ છે. જેથી હવે કવન અને પિયુશે પ્રિતેશ વિરુધ્ધ તે અંગે પોલીસ સ્ટેશનમાં અને કોર્ટમાં ફરિયાદ કરવા તજવીજ શરુ કરી છે. જોકે હજુૃ સ્ટીવનની ધરપકડ થઇ શકી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Y0ZUvA

Comments