શિવસેનાના નેતાએ કહ્યુ- મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન અમારી અગ્રતા નથી

મુંબઈ: શિવસેનાના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં સરકાર આવતાં જ ભાજપના મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પો સામે જોખમ ઊભું થવાના સંકેત છે. તેમાંથી એક વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ બુલેટ ટ્રેન પણ છે, જે અમારી અગ્રતા નથી એમ શિવસેનાએ સત્તામાં આવતાં જ કહી દીધું છે. શિવસેનાના નેતા અને ગત ભાજપ- શિવસેના સરકારમાં મંત્રી દીપક કેસરકરે આ રૂ. 1.08 લાખ કરોડના પ્રકલ્પ સામે પ્રશ્નો કર્યા છે. 14 સપ્ટેમ્બર, 2017ના રોજ મોદી અને તેમના જાપાની સમોવડિયા શિંઝો આબે દ્વારા શિલારોપણવિધિ કરવામાં આવી હતી. બુલેટ ટ્રેનનું મુંબઈ - અમદાવાદ વચ્ચેનું અંદાજિત ભાડું રૂ. 3500 હશે, જે ભાડામાં વિમાન પ્રવાસનો વિકલ્પ છે.
અમારી સૌપ્રથમ અગ્રતા ખેડૂતો
ગુજરાત અને મહારાષ્ટ્ર એક રાજ્ય હતું અને મુંબઈ રાજધાની હતી ત્યારે તે બરોબર હતું. તમને કનેક્ટિવિટીની જરૂર હતી. જોકે વર્તમાન તેની જરૂર છે કે કેમ તે બાબતે હું અનિશ્ચિત છું. અમે તેનો વિરોધ કરતા નથી, પરંતુ અમારી સૌપ્રથમ અગ્રતા ખેડૂતો છે. નોંધનીય છે કે આ ટ્રેન માટે 150 કિમી રેલવે લાઈન મહારાષ્ટ્રમાંથી જઈ રહી છે, જે માર્ગમાં જમીન સંપાદન ચાલુ છે અને સેંકડો ખેડૂતોની જમીનો પણ તેમાં આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2OWXHNT

Comments