દાઉદી બોહરા સમાજના વડીલો લીંબું ચમચી રમ્યા

ખાનપુર વિસ્તારમાં આવેલી રાઈફલ ક્લબ ખાતે દાઉદી બોહરા સમાજ દ્વારા સિનિયર સિટીઝનો માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર રહેલા સિનિયર સિટીઝનો માટે લીંબું ચમચી જેવી રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

બુધવારે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના 1 હજારથી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. તેમણે પોતાના રહેબર આલી કદર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) સાહેબની દીર્ઘ આયુષ્ય માટે દુઆ કરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

વિશ્વના જુદાં જુદાં શહેરોમાં વસતા વડીલો શારીરિક, માનસિક સ્વસ્થતા અનુભવે તે ઉદ્દેશથી આવા કાર્યક્રમ યોજવા 53મા દાઈ-અલ-મુતલક સૈયદના આલી કદર મુફદ્દલ સૈફુદ્દીને આદેશ આપ્યો હતો.

ક્યારેક હું બાળક બની જાઉં છું,

ઉંમરના આંકડાને ભૂલી જાઉં છું

વિવિધ રમતોમાં સમાજની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો

કાર્યક્રમમાં હાજર મહિલાઓએ પણ લીંબું-ચમચીની રમતમાં ભાગ લીધો હતો.

સંગીત-ખુરશી અને ક્રિકેટ પણ રમ્યાં

દાઉદી બોહરા સમાજે બુધવારે સિનિયર સિટીઝનો માટે યોજેલા કાર્યક્રમમાં એક હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી મોટા ભાગના વડીલોએ લીંબું ચમચી, સંગીત-સંધ્યા, ક્રિકેટ, સંગીત ખુરશી, ચેર બોલ પારસિંગ જેવી રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્યાર બાદ સમાજના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી. મહિલાઓ ઉપરાંત પુરુષોએ પણ મોટી સંખ્યામાં લીંબું ચમચીની રમતમાં ભાગ લીધો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - elders of the dawoodi bohra community played a slimming spoon 055101


from Divya Bhaskar https://ift.tt/2L2aI7D

Comments