યુનિ.માં સપ્લાય ચેન, ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ કોર્સ શરૂ કરાયો

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીમાં ડિસેમ્બર મહિનાથી સર્ટિફિકેટ કોર્સ ઇન સપ્લાય ચેન, ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ શરૂ કરવામાં આવશે, જેમાં સર્ટિફિકેટ કોર્સ ઇન સપ્લાય ચેન માટે ધોરણ 10 પાસ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે. બીજી તરફ ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવના કોર્સમાં ધોરણ 12 પાસ ઉમેદવારને પ્રવેશ આપાશે.

ગુજરાત સરકાર તરફથી સબસિડી મેળવનાર આ સર્ટિફિકેટ કોર્સ ઈન સપ્લાય ચેન કોર્સમાં પ્રવેશ માટે સર્ટિફિકેટ કોર્સ ઈન સપ્લાય ચેન માટે ધોરણ 10 પાસ માર્કશીટની નકલ, કોઈ પણ ફોટો, ડ્રાઈવિંગ લાઈસન્સ, સહિતના દસ્તાવેજો રજૂ કરવા પડશે. સપ્લાય ચેનનો કોર્સનો સમયગાળો 20 કલાકનો રહેશે. કુલ 150 બેઠકો આ કોર્સ માટે રાખવામાં આવી છે.

સર્ટિફિકેટ કોર્સ ઈન ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ કોર્સમાં પ્રવેશ માટે ધોરણ 12 પાસ કર્યાની માર્કશીટની નકલ, કોઈ પણ ફોટો ઓળખ પુરાવા (આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ ફોટો રજૂ કરવો પડશે. જ્યારે ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ કોર્સનો સમયગાળો 80 કલાકનો રહેશે. આ કોર્સ માટે કુલ 75 બેઠકો રાખવામાં આવી છે.

7 ડિસેમ્બર સુધી સંપર્ક કરી પ્રવેશ મેળવી શકાશે

આ બંને કોર્સમાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ 7 ડિસેમ્બર સુધી ભાષા સાહિત્ય ભવનના કાર્યાલયમાં સંપર્ક કરવાનો રહેશે. સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 10થી 12 દરમિયાન પ્રવેશ ફોર્મ અંગેની કાર્યવાહી કરવા માટે જણાવાયું છે.

70 ટકા હાજરી ફરજિયાત હોવી જરૂરી છે

આ કોર્સમાં પ્રવેશ લીધા પછી 70 ટકા હાજરી ધરાવતા પાસ ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવશે.આ બંને કોર્સમાં 50 ટકા સાથે પાસ થયેલા ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Y36dib

Comments