કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર આપવા વીમા કંપનીઓને સૂચના

ગાંધીનગર: રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા વ્યાપક નુકસાન સામે એકતરફ ખેડૂતોમાં વીમા કંપનીઓની નીતિઓ સામે રોષ છે ત્યારે વીમા કંપનીઓ પોતાના નિયમોને આગળ ધરીને રાજ્ય સરકારને પણ ગણકારતી નથી. કેબિનેટમાં આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આકરું વલણ અપનાવીને કૃષિ વિભાગને તાકીદ કર્યા બાદ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ફરી વીમા કંપનીઓની બેઠક બોલાવી હતી.
વીમા કંપનીઓ હજુ પણ નિયમો આગળ ધરી અનેક ખેડૂતોને નુકસાનનું વળતર મળી શકે તેમ નથી. જેથી વીમા કંપનીઓ સામે રજૂઆત કરવા માટે એકાદ બે દિવસમાં મંત્રી ફળદુ ફરી દિલ્હી જઇને કેન્દ્ર સરકારને રજૂઆત કરશે.
ગુરુવારે મળેલી બેઠકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે ક્રોપ કટિંગ અને ચોથું નુકસાન ગણીને પણ પાક વીમો આપવા માટે વીમા કંપનીઓને તાકીદ કરવામાં આવી હતી. સાથે જ વીમા કંપનીઓના વલણની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. મંત્રી દ્વારા બને તેટલી ઝડપથી સરવેની કામગીરી પૂર્ણ કરીને મોકળું મન રાખી ખેડૂતોને વળતર ચૂકવાય તેવા આદેશ વીમા કંપનીઓને કરવામાં આવ્યા છે.
બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાત સરકાર વીમા કંપનીઓ સામે લાચાર હોય તેવો સૂર ઘણા મંત્રીઓએ વ્યક્ત કર્યો હતો. જેને લઈને જ મુખ્યમંત્રીએ તાકીદે આ પ્રશ્નનો ઉકેલ લાવવા હુકમ કર્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2L3T57o

Comments