પાટડી પંથકમાં બંદૂકની ગોળીએ વિદેશી પક્ષીઓનો શિકાર કરાયો

પાટડી: પાટડીના વણોદ પથંકના તળાવમાં વિદેશી પક્ષીઓના બંદૂકથી શિકારની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં વણોદના બાબરકી તળાવ પાસે 100થી વધુ મૃત પક્ષીઓ, લોહીના ડાઘા અને બંદૂકની 50થી વધુ ગોળીઓ મળી આવતા વન વિભાગના આલા અધિકારીઓની ટીમ વણોદ તળાવ ખુંદવા દોડી ગઇ હતી.
લોહીના ડાઘા અને બંદૂકની 50થી વધુ ગોળીઓ મળી
વણોદ પથંકમાં સારા વરસાદ બાદ બાબરકી તળાવ સહિતની અંદાજે 100થી વધુ વીઘાની પડતર જમીનમાં પુષ્કળ વરસાદી પાણીનો ભરાવો થતાં વિદેશી પક્ષીઓના ઝુંડ વણોદ પથંક તરફ વળીને પડાવ નાખ્યો હતો. પરંતુ શિકારી ગેન્ગ દ્વારા આ નિર્જન સ્થળ પર છેલ્લા બે દિવસથી અડ્ડો જમાવી બંદૂકની ગોળીએથી સેંકડો પક્ષીઓને મોતને ઘાટ ઉતારી શિકારની ઘટનાથી સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે. વણોદ પથંકના બાબરકી તળાવની ડાબી બાજુએ એકસાથે 100થી વધુ મૃત પક્ષીઓના લાઇનબધ્ધ ઢગલા અને બંદૂકની 50થી વધુ ગોળીઓ મળી આવતા વનવિભાગ પણ ચોંકી ઉઠ્યું હતુ.
વણોદ પાસેના વિસ્તારમાં ભરાયેલા પાણીમાં યાયાવર પક્ષીઓના જમાવડાના લીધે કેટલાક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો ફોટોગ્રાફી માટે અહી આવ્યા હતા અને એમણે અહી મૃત પક્ષીઓ અને કારતૂસ જોતા નવ વિભાગના જાણ કરતાં આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વનવિભાગની ટીમનો વણોદ પથંકમાં પડાવ
આ ગોઝારા બનાવની જાણ થતાં બજાણા અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભરતભાઇ છાશીયા, પાટડી રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.આર.મેર, ફોરેસ્ટર બી.જે.પાટડીયા, એચ.એમ.પરેજીયા, ડી.ડી.કામેજલીયા સહિત બજાણા અને પાટડી રેન્જના તમામ સ્ટાફે વણોદ પથંકમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અંદાજે 1000 એકરમાં ફેલાયેલા પાણીમાં તપાસનું કામ અઘરું
અત્યારે અમે ટીમ સાથે વણોદ પથંકમાં પહોંચી ગયા છીએ. અંદાજે 1000 હેક્ટર જમીનમાં વરસાદી પાણીના ભરાવાના કારણે અલગ અલગ ટીમોં બનાવી કાદવ ખુંદીને તપાસ માટે આગળ વધી રહ્યાં છીએ આ કામ ખુબ કઠીન અને તપાસ માંગી લે એમ છે. શિકારીઓ વહેલી સવારે કે દિવસ આથમતા જ શિકાર કરે છે. જેમાં ચારથી પાંચ લોકોએ અંદાજે બે બંદૂકો સાથે શિકાર કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે.- ભરતભાઇ છાશીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, અભયારણ્ય વિભાગ, બજાણા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મૃત પક્ષીઓના લાઇનબધ્ધ ઢગલા અને ગાળીઓ જોવા મળી.


from Divya Bhaskar https://ift.tt/2DufQwQ

Comments