સાબરમતીમાં મહિલાને કેફી પદાર્થ સૂંઘાડી લૂંટી લેવાઈ

સાબરમતીમાં એક યુવતીએ મહિલાને કેફી પદાર્થ સૂંઘાડી તેના હાથમાંથી એક લાખની કિંમતની ચાર બંગડી લૂંટી લીધી હતી. આ અંગે મહિલાએ લુટારુ યુવતી સામે સાબરમતીમાં ફરિયાદ નોંધાવી છે.

સાબરમતીની આંનદકુંજ સોસાયટીમાં રહેતાં જયશ્રીબેન શાહ ધર્મનગર સર્કલ પાસેથી પસાર થતાં હતાં ત્યારે એક યુવતી બાળકી લઈને નજીક આવી હતી. આ યુવતીએ એક રૂમાલમાં મૂકેલું રૂ.20ની નોટોનું બંડલ જયશ્રીબેનેને બતાવીને લલચાવ્યાં હતાં. વાતોવાતોમાં આ યુવતીએ જયશ્રીબેનને કેફી પદાર્થ સુંઘાડી તેમના હાથમાંથી ચાર બંગડી લઈ ભાગી ગઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/37I9E2s

Comments