
સિટીમાં આવેલી ધ ગ્રાન્ડ ભગવતીમાં બે દિવસ માટે હાઈ લાઈફ ફેશન અને વેડિંગ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. આ લાઈફ સ્ટાઈલ એક્ઝિબિશનમાં ભારતભરમાંથી ડિઝાઈનર્સ આવ્યા હતાં. તેઓએ એક્ઝિબિશનમાં ડિઝાઈનર તેમજ એલિગન્ટ જ્વેલરી, ચિક એસેસરિઝ, ગિફટીંગ પ્રોડક્ટ્સ અને હોમ ડેકોર પણ એક્ઝિબિટ કર્યા છે. જયપુર, દિલ્હી, કોલકાતા, મુંબઈ, અમદાવાદ, જોધપુર જેવા વિવિધ શહેરોમાંથી ડિઝાઈનર આઉટફિટ્સ અને હેન્ડમેડ જ્વેલરી એક્ઝિબિટ કરાઈ હતી. આ સાથે વેડિંગ સિઝનને લઈને બ્રાઇડલ વેર અને જ્વેલરીમાં પણ વેરિએશન જોવા મળ્યા હતા. ત્યારે આ એક્ઝિબિશનનાં ઓર્ગેનાઈઝરે જણાવ્યું કે, ‘ડિઝાઈનર્સે રજૂ કરેલા આઉટફિટમાં જોર્જેટ તેમજ સિલ્ક ફેબ્રિકમાંથી વેડિંગ ક્લેક્શન ડિઝાઈન કરાયું હતું. ત્યારે જ્વેલરીમાં કલરફૂલ સ્ટોન પર વેડિંગ સેટ રજૂ કર્યા હતા. ત્યારે હેન્ડ વર્ક ફૂટવેરનું કોસ્ટિંગ રૂપિયા 1000 થી 3000માં જોવા મળ્યું. ’
ક્લર વેરિએશન
આ વખતે ડિઝાઈનર આઉટફિટમાં વિવિધ સ્ટાઈલ સાથે કલર વેરિએશન પણ જોવા મળશે. આ ડ્રેસમાં યલો સાથે ગ્રીન હેન્ડ અને મશીન વર્ક ચણિયો અને મિરર વર્કથી તૈયાર કરેલો દુપટ્ટા વાળો આઉટફિટ રજૂ કરાયો છે




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XVtBy1
Comments
Post a Comment