હેરિટેજ ગેટ તોડી પડાતાં અેસટીને નવા બાંધકામની મંજૂરી સ્થગિત

ગીતામંદિર એસટી સ્ટેન્ડ પર નવીનીકરણની કામગીરી દરમિયાન 250 વર્ષ જૂનો હેરિટેજ ગેટ તોડી પડાતા વિવાદ થયા પછી મ્યુનિ.અે સ્પષ્ટતા કરી છે કે, અમે આ ગેટ તોડવાની મંજૂરી આપી નથી. આ ઉપરાંત એસટીને અપાયેલી વિકાસ પરવાનગી સ્થગિત કરી દેવાતા હવે ત્યાં બાંધકામ થઈ શકશે નહીં. ગત માર્ચ 2018માં જ હેરિટેજ વિભાગે એસટીના વાઇસ ચેરમેન અને મેનજિંંગ ડિરેક્ટર સોનલ મિશ્રાને પત્ર પાઠવી આ બે ગેટ યથાવત રાખવા કહ્યું હતું.

મધ્ય ઝોને એવી સ્પષ્ટતા કરી છે કે, આ બાંધકામને તોડવા કોઇપણ જાતની મંજૂરી અપાઈ નથી. હવે આ બાબતે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા સમગ્ર સ્થળની તપાસ કરશે. તેમજ આ સ્થળ પુરાતત્વીય મહત્વ ધરાવતી હતી કે કેમ? તેનો અહેવાલ હેિરટેજ વિભાગ સહિત અન્યોને સુપરત કરશે.

કોન્ટ્રાક્ટરે ગેટ જમીનદોસ્ત કર્યાનો આરોપ

ગીતામંદિર એસટી સ્ટેન્ડને પીપીપી ધોરણે વિકસાવવા એસટી નિગમ અને ખાનગી કોન્ટ્રાક્ટર વચ્ચે કરાર થયા હતા. આ જગ્યા પરના તમામ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. આ તોડફોડ દરમ્યાન કોન્ટ્રાક્ટર દ્વારા હેરિટેજ મહત્વ ધરાવતા એક દરવાજાને પણ જમીન દોસ્ત કરી દીધો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/34FhHLi

Comments