‘બીજાના દુ:ખમાં દુખી થવું સરળ પરંતુ સુખમાં સુખી થવું મુશ્કેલ છે’

શહેરમાં યોજાયેલા ગીતા આચમન ઉત્સવનો બુધવારે અંતિમ દિવસ હતો. આ દરમિયાન કથાકાર ભૂપેન્દ્ર પંડ્યાએ જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં લોકો દરેક વસ્તુ માટે પ્રશ્નો પુછે છે તો ધ્યાન માટે પણ પૂછે તે સ્વાભાવિક છે કે ધ્યાન કેમ કરવું જોઈએ કે પછી આત્મસંયમના માર્ગે કેમ ચાલવું જોઈએ. તેનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના છઠ્ઠા અધ્યાયના 27-28માં શ્લોકમાં આપતાં જણાવે છે કે ધ્યાન કરનારનું મન બિલકુલ શાંત થઈ જાય છે. યોગીના રજોગુણ શાંત થઈ જાય છે. તેનું મન બિલકુલ શાંત થઈ જાય છે. તેવા યોગીને સાત્વિક સુખ પ્રાપ્ત થાય છે. આધુનિક યુગમાં સૌ કોઈ શાંતિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહે છે, જે ધ્યાનથી મળી શકે છે.

વધુમાં તેમણે કહ્યું કે, પરમાત્મા સાથે, જીવનના મૂલ્યો સાથે જોડાયેલો યોગી દરેક જીવ માત્ર પ્રત્યે સમભાવ દાખવે છે. બીજાનાં દુ:ખમાં દુખી થવું સરળ છે પરંતુ બીજાનાં સુખમાં સુખી થવું મુશ્કેલ છે. તેમાંય વળી જો પરિચિત વ્યક્તિ સુખી થઈ હોય તો તકલીફ થાય છે. બીજા પાસેથી જે વર્તનની અપેક્ષા રાખો તેવું વર્તન તેની સાથે તેવું વર્તન કરો. ધ્યાનયોગી માત્ર મનુષ્યો જ નહીં પરંતુ સમગ્ર સૃષ્ટિના જડ- ચેતન સાથે આત્મીયતા સ્થાપે છે. વિપરીત સંજોગોમાં પરમ યોગીની ભક્તિ લેશમાત્ર ઘટતી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - 39it is easy to be hurt in someone else39s suffering but difficult to be happy in happiness39 055120


from Divya Bhaskar https://ift.tt/2QYIHlc

Comments