ખંડોબા ભગવાને બે પત્નીને કેવી રીતે સાચવી તેની કથા રજૂ કરાઈ

સાબરમતીના પુરુષોત્તમ પાર્કમાં મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા જાગરણ ગોધળનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રની આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. શંકર ભગવાનના રૂપ મનાતા ખંડોબા ભગવાનને પ્રસન્ન કરવા આ દેવકાર્ય કરવામાં આવે છે. કુંટુબના લગ્ન પ્રસંગ પછી આ કાર્ય કરવામાં આવે છે. લગ્નજીવન સુખેથી પાર પડે તે માટે આ કથા થાય છે. માન્યતા મુજબ ખંડોબા ભગવાનનાં બે લગ્ન થયાં હતાં. તેમણે તેમની પત્નીઓને કેવી રીતે સાચવી હતી તેની કથા લોકગીતો દ્વાર રજૂ કરવામાં આવે છે.

દોતોર પરગણા ગુરુબ્રાહ્મણ સમાજે યુવા, વડીલોને શિલ્ડથી નવાજ્યા

ધાર્મિક રિપોર્ટર | અમદાવાદ

દોતોર પરગણા ગુરુબ્રાહ્મણ સમાજ મંડળનો તાજેતરમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. મંડળના પ્રમુખ દુષ્યંતકુમાર શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમમાં પરગણાના 29 નિવૃત્ત સરકારી કર્મચારીનું સાલ ઓઢાડીને જ્યારે 22 નવા નિમણૂક પામેલા સરકારી કર્મચારીઓનું શિલ્ડ આપી સન્માન કરાયું હતું. વિવિધ ક્ષેત્રે સમાજનું નામ રોશન કરનારા યુવાનોને પણ વિશિષ્ટ શિલ્ડથી નવાજાયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - khandoba bhagavan tells the story of how to save two wives 055107
Ahmedabad News - khandoba bhagavan tells the story of how to save two wives 055107


from Divya Bhaskar https://ift.tt/2PcVMVB

Comments