નરોડામાં રસ્તા પર પાણી ઉડવા મુદ્દેે ઝઘડો, છરીથી હુમલો કરાતાં યુવકનું મોત

નરોડામાં એક્ટિવા પર જતાં યુવક પર બાઇક સવારે છરીથી હુમલો કર્યો હતો.

ક્રાઈમ રિપોર્ટર | અમદાવાદ

નરોડામાં આવેલા આદિશ્વર કેનાલ પાસે રવિવારે બે યુવક વચ્ચે રસ્તા પર પસાર થતી વેળાએ પાણી ઉડવા બાબતે થયેલી તકરાર દરમિયાન એક યુવકે છરીથી કરેલા હુમલામાં ગંભીર રીતે ઈજા પામનાર બીજા યુવકનું સારવાર દરમિયાન ગુરુવારે મોત નિપજ્યું હતું. આ અંગે નરોડા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વિશાલ નામના યુવકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ તરફથી આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આદિશ્વર કેનાલ પાસેથી કેવલ નામનો 25 વર્ષીય યુવાન એક્ટિવા લઈ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની સામેથી પસાર થઈ રહેલા વિશાલ પટેલ નામના બાઈક ચાલક ઉપર પાણી ઉડતા બંન્ને વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. આ પછી ઉશ્કેરાયેલા વિશાલે કેવલ ઉપર છરી વડે હુમલો કરીને પેટના તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેથી કેવલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ગુરુવારે મોત નિપજ્યું હતું.

હુમલા પહેલા યુવતી સાથે વાત કરી હતી

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં કેવલ શરૂઆતમાં એક સાયકલચાલક યુવતી સાથે કંઈક વાત કરે છે.ત્યારબાદ આગળ વધી જાય છે. આગળ જતા તેને જોઈ વિશાલ પટેલ તેનું બાઈક હંકારીને આગળ વધતો અટકાવે છે. પછી એકાએક યુ ટર્ન મારીને પાછો ફરે છે અને એક્ટિવા ચાલક કેવલ સાથે ઝપાઝપી કરે છે. થોડીવા બાદ કેવલ લોહીલુહાણ હાલતમાં દેખાય છે એક મહિલા રૂમાલ આપે છે. દરમિયાન ત્યાં આવી ચડેલા કેવલના મિત્રો તેને એક્ટિવા પર બેસાડીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - man dies after blowing water in naroda road 055225


from Divya Bhaskar https://ift.tt/2OOJEd2

Comments