દાણીલીમડામાં પિતા- પુત્રના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈનું ધક્કો વાગતા મોત નિપજ્યું

દાણીલીમડામાં આર.એમ.ડુપ્લેક્સ ખાતેના મકાનમાં રહેવા બાબતે ત્રણ મહિના પહેલા પિતા અને પુત્ર વચ્ચેની તકરારમાં બન્નેને છોડાવવા વચ્ચે પડેલા બીજા દીકરાને ધક્કો વાગતા માથાના ભાગે ગંભીર રીતે ઈજા થઈ હતી. જેમાં તેનું મોત થયું હતું. આ અંગે દાણીલીમડા પોલીસના સબ ઈન્સપેક્ટર એન.પી.ગરાસિયાએ શોહેબેઆલમ શાહેમોહમદ ખેરાતીભાઈ રંગરેજના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર દાણીલીમડા ખાતેના આર.એમ.ડુપ્લેક્સના એક મકાનમાં ત્રણ મહિના પહેલા શાહેમોહમદ રંગરેજને ઘરમાં રહેવાની બાબતમાં તેમના દીકરા શોહેબેઆલમ રંગરેજ સાથે ઝઘડો થયો હતો. આ વખતે પિતા અને પુત્ર ઝપાઝપી કરતા જોઈને તેમનો બીજો દીકરો મોહમંદ જુબેર શાહેમોહમ(ઉ.વ.26) તેમને છોડાવવા વચ્ચે પડ્યો હતો. આ વખતે શોહેબેઆલમે તેને ધક્કો મારતા તે પટકાઈ પડતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મૃતકનો પોસ્ટમોટમ રિપોર્ટ મળી ગયા બાદ પોલીસે આખરે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2pPjONw

Comments