‘માનવી સોશિયલ મીડિયામાં કનેક્ટ, સ્વયંથી ડિસ્કનેક્ટ’

શહેરમાં આયોજિત ગીતા અધ્યાયમાળા- ગીતા જીવન સંહિતા દરમિયાન ભાગવત કથાકાર ભૂપેન્દ્ર પંડ્યાએ જણાવ્યું હતું કે, યોગારૂઢ લોકો સ્વના નિયંત્રણમાં હોય છે. ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ ગીતામાં સમબુદ્ધિ પર વારંવાર ભાર મૂક્યો છે. યોગાવસ્થામાં સમબુદ્ધિનું ઘણું માહાત્મ્ય છે. સમબુદ્ધિ ધરાવતી વ્યક્તિ શ્રેષ્ઠ છે, આવી વ્યક્તિ પાપીને દંડ અને સજ્જનને પ્રણામ કરે છે. વર્તમાન સમયમાં વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે કનેક્ટ થયો છે અને સ્વયંથી ડિસકનેક્ટ થયો છે. વિશ્વ સાથે કનેક્ટ થવાની લ્હાયમાં માનવી પોતાનાથી વિમુખ થઈ ગયો છે. યોગી હંમેશાં સ્વયં સાથે જોડાયેલો રહે છે. યોગ સાધનામાં એકાંતનું ઘણું મહત્ત્વ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - 39humans connect in social media disconnect from self39 055109


from Divya Bhaskar https://ift.tt/33jYbCL

Comments