
મૂળ ઉત્તર પ્રદેશનો વતની સત્યમ આત્મજ હાકિમસિંઘ બુંદેલા (20) 20 દિવસથી પાલડી સુવિધા શોપિંગ સેન્ટરની સામે આવેલા વી.ટેક.ટી.વી.એસ.ના શોરૂમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી લાગ્યો હતો.
શુક્રવારે એક યુવાન ટેસ્ટ ડ્રાઇવ માટે આવ્યો હતો. સત્યમે તેમને સફેદ અપાચી બાઈક ટેસ્ટ ડ્રાઈવ માટે આપ્યું હતું. કલગી ચાર રસ્તા પાસે યુવકે બાઈક ઊભું રાખ્યું હતું અને સત્યમને કહ્યું હતું કે ગાડીમાં વાઇબ્રેશન આવે છે, જુવોને, તેમ કહેતા સત્યમ બાઈક ચેક કરવા નીચે ઉતર્યો હતો.
સત્યમ જેવો બાઈક પરથી નીચે ઉતર્યો યુવાને તેને ધક્કો મારી દીધો હતો અને પાડી દઇ બાઈક લઇને લો ગાર્ડન બાજુ ભાગી ગયો હતો. આ અંગે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે યુવાને ટ્રાયલ માટે શો રૂમમાં પાન કાર્ડની કોપી આપી હતી. તેમાં તેનું નામ હર્ષલ શાંતિલાલ પટેલ લખાવ્યું હતું.જેના આધારે પાલડી પોલીસે હર્ષલને ઝડપી લઇ બાઈક કબજે કર્યું હતું.
ટ્રાયલના બહાને અગાઉ પણ બાઇક ચોર્યું હતું
2 દિવસ પહેલા આ જ રીતે ટ્રાયલ લેવાના બહાને ચાંદખેડાના શો રૂમમાંથી પણ એક યુવાન રૂ.1.41 લાખનું બાઈક ચોરી ગયો હતો. તે ચોરી પણ હર્ષલે જ કરી હોવાની શંકા છે. જેના આઘારે પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે, તેમજ બંને શો રૂમના સીસીટીવી પણ ચેક કરવા કરવા તજવીજ શરૂ કરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DuSLdF
Comments
Post a Comment