ઓઢવની ધ ગ્રાન્ડ વિનાયક હોટેલના માલિકે સીસીટીવી ફૂટેજ દર્શાવી કહ્યું કે, ગ્રાહકના સ્વાંગમાં આવેલા લોકોએ જાતે વંદો નાખી સમાધાન પેટે 40 હજારની માંગણી કરી હતી
આ અંગેની વિગત એવી છે કે, હોટેલ ધ ગ્રાન્ડ વિનાયકમાં રવિવારે બે વ્યક્તિઓ જમવા માટે ગયા હતાં. તેમણે ભોજન માટે બિરીયાનીનો ઓર્ડર આપ્યો હતો. જે બિરીયાની સર્વ થયા બાદ તેમણે થોડા સમયમાં હોટેલના મેનેજરને કહ્યું હતું કે, તમારા સર્વ થયેલા ફૂડમાં વંદો નીકળ્યો છે. તેના અમે ફોટા પાડ્યા છે અને અમે તેને ફરતા કરી તમને બદનામ કરી દઇશું. આ તસ્વીરો અને વીડિયો કેટલાક સોશિયલ મીડિયામાં ફરતા થયાં હતાં.
દરમિયાન હોટેલ સંચાલક દ્વારા પોલીસને આપેલી અરજીમાં એવી હકીકત રજૂ કરાઇ છે કે, એક અખબારના પત્રકાર તેમને બ્લેકમેલ કરી રહ્યા છે. મકવાણા નામનો પત્રકાર ગત 24મીએ સવારે 11.40 વાગે તેમની રેસ્ટોરન્ટ ખાતે આવ્યો હતો. જ્યાં તેઓ ખૂણાંના ટેબલ પર બેઠા હતા. તેમજ મૃત વંદો તેમની ડિસમાંથી નીકળ્યો હોવાનું કહ્યું હતું. જે બાદ તે ફરીથી સાંજે 7 વાગે પરત આવી મેનેજર સાથે દિનેશ શર્મા નામની વ્યક્તિ સાથે વાત કરાવી હતી. તેણે એવું કહ્યું હતું કે, 40 હજાર આપો નહીં તો અમારા અખબારમાં છાપીને તેમને બદનામ કરી દઇશું તેવું કહ્યું હતું. આ અંગે હોટેલ સત્તાવાળાઓએ પોલીસમાં અરજી આપી છે.
વંદો નીકળ્યાની ચોથી ઘટના બની
છેલ્લા બે-ત્રણ મહિનામાં શહેરામાં હોટલોના ભોજનમાં વંદા નીકળ્યા હોવાની ઘટનામાં આ ચોથી ઘટના સામે આવી છે મણિનગરના ઓનેસ્ટના ઢોંસામાં વંદો નીકળ્યો હતો, તે ઉપરાંત કઠવાડા રોડ ઉપર પિત્ઝા સેન્ટરમાં અને સાયન્સસીટીના પિત્ઝા સેન્ટરમાં ભોજનમાં પણ વન્દો નીકળ્યા હોવાની ફરિયાદ થઈ હતી. સંકલપ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા ફૂડમાંથી વંદો નીકળ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35BP15U
Comments
Post a Comment