કોંગ્રેસના જનવેદના સંમેલનમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું, ‘ગુજરાતના સીએમને ખબર જ છે કે દારૂ ક્યાં પીવાય છે’

મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસે સુભાષ બ્રિજ ખાતે જનવેદના આંદોલન શરૂ કર્યું હતું. જેમાં પ્રદેશના નેતાઓ સહિતના હાજર રહ્યા હતા.

ગાંધીનગર | ગુજરાતમાં મંદી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં અમદાવાદ ખાતે કોંગ્રેસે યોજેલા જન વેદના સંમેલનમાં ભાગ લેવા આવેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીને ખબર છે કે ગુજરાતમાં દારૂ ક્યાં પીવાય છે. તેમણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાંથી દારૂ ગુજરાતમાં ન આવે તે માટે ત્યાંની સરકાર સાથે વાતચીત કરી વ્યવસ્થા ગોઠવવી જોઇએ. તેના બદલે મારા નિવેદનને તોડી મરોડીને ગુજરાતીઓના અપમાનની વાત કરે છે જે યોગ્ય નથી.

જનવેદના સંમેલનમાં ગુજરાત સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ સરકારનું શાસન પ્રજા વિરોધી છે. સરકારની નીતિથી લોકો ત્રસ્ત છે. ભરતીના નામે ભ્રષ્ટાચાર થાય છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - rajasthan chief minister ashok gehlot said at a convention of congress quotcm of gujarat knows where alcohol is consumedquot 055134
Ahmedabad News - rajasthan chief minister ashok gehlot said at a convention of congress quotcm of gujarat knows where alcohol is consumedquot 055134


from Divya Bhaskar https://ift.tt/2L9deJf

Comments