ફિફા ડેલિગેશને ટ્રાન્સ્ટેડિયાનું નિરીક્ષણ કર્યું


ફિફા અને એલઓસી ડેલિગેશન દ્વારા અમદાવાદમાં આવેલા ટ્રાન્સ્ટેડિયા ખાતેના ફૂટબોલ મેદાનનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ટીમે ખેલાડીઓની પ્રેક્ટિસ માટેના મેદાનોનું નિરીક્ષણ કર્યું હતું. ફિફા ડેલિગેશન અમદાવાદના ફૂટબોલ મેદાનની સુવિધાઓથી સંતુષ્ટ જોવા મળ્યું. નિરીક્ષણ માટે આવેલા ફિફા અંડર-17 વિમેન્સ વર્લ્ડ કપ ઈન્ડિયા 2020ના પ્રોજેક્ટ લીડ ઓલિવર વોગ્ટે જણાવ્યું કે,‘આ એક શાનદાર સ્ટેડિયમ છે, અમને અહીં અમુક સુધારાની જરૂર લાગી રહી છે. અમને આશા છે કે આ સ્થળની પસંદગી થઈ શકે છે.’

ટૂર્નામેન્ટ ડિરેક્ટર ઓફ એલઓસી રોમા ખન્નાએ જણાવ્યું કે,‘ફિફા વર્લ્ડ કપની વાત આવે એટલે તમામ વસ્તુઓ પરફેક્ટ હોવી જોઈએ. અમુક બાબતો અંગે સુધારાની જરૂર છે, પરંતુ ટ્રાન્સ્ટેડિયા ખાતે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે અને તે સારી વાત છે.’ ફિફા ડેલિગેશન ફિફા અંડર-17 વિમેન્સ વર્લ્ડ કપ ઈન્ડિયા 2020 માટે અગાઉ કોલકાતા, ગુવાહાટી અને ભુવનેશ્વરની મુલાકાત લીધી હતી અને તેઓ રવિવારે અંતિમ શોર્ટ લિસ્ટેડ સ્થળ નવી મુંબઈની મુલાકાત લેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Y7hwGq

Comments