શહેરના મધ્યઝોનના પ્રશ્નો બાબતે મેયર - કમિશનર સાથે મધ્યઝોનના ભાજપના કોર્પોરેટરની એક બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં અનેક પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ટોરેન્ટ પાવર દ્વારા ખોદકામ માટે માગવામાં આવતી મંજુરીઓમાં મ્યુનિ.ના જુદા-જુદા વિભાગો દ્વારા ફાઇલના નિકાલમાં ભારે વિલંબ કરવામાં આવે છે. અત્યારે પણ મ્યુનિ.માં 300 થી 400 જેટલી અરજીઓ પડતર હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત હેરીટેજ વોક વે પર રિપેરિંગ કરવા માટે પણ વિશેષ ભાર મુકવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ વોક વેની મુલાકાત અનેક ડેલિગેશન લેતા હોય છે ત્યારે તેને સુવ્યવસ્થિત રાખવો આવશ્યક છે. પરંતુ વારંવારની રજૂઆત છતાં પણ તેમાં યોગ્ય કામ ન થતું હોવાની ફરિયાદ પણ કોર્પોરેટરોએ કરી હતી. ત્યારે આ વોકવે પર જો કામ ન થાય તો પછી તેને બંધ કરી દેવું જોઇએ તેવી ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2L4KBgj
Comments
Post a Comment