
નિત્યાનંદ આશ્રમમાં આવેલી ગુરુકુળમાં ભણતા બાળકોના 3 વાલીઓએ હાઇકોર્ટમાં પોલીસ તપાસ સામે અરજી કરી છે.પોલીસ તેમના બાળકોને મળવા દેતી નથી, આશ્રમમાં કોઇને આવવા દેતી નથી. તપાસના નામે બાળકોને અને વાલીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. બાળકોને અશ્લીલ વીડિયો ક્લિપ દર્શાવવામાં આવી રહી છે. તેથી તટસ્થ તપાસ માટે એજન્સીની માગ કરતી રીટ કરી હતી.
નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાના કેસમાં સ્પેશિયલ ઇનવેસ્ટિગેશન કરાનારી એક ટીમ નિત્યાનંદના બેંગ્લોર ખાતેના આશ્રમની તપાસ માટે ગઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. બેંગ્લોર ખાતે નિત્યાનંદ સામે કોઈ પ્રકારના ગુના નોંધાયા છે કે કેમ અને ત્યાં આશ્રમમાં કયા પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. બેંગ્લોરમાં તપાસ થયા બાદ નિત્યાનંદ સામે વધુ કાર્યવાહી થશે. બીજી તરફ ત્રિનિદાદથી બંને બહેનો છેલ્લા બે દિવસથી પોલીસ સાથે સંપર્કમાં નહીં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OwMYL0
Comments
Post a Comment