આ. જયઘોષસૂરિજીના જીવન પર આધારિત આર્ટ ગેલેરીનું ઉદ્્ઘાટન

શ્રી લબ્ધિ નિધાન જૈન સંઘ મધ્યે અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે બુધવારે ચોથા દિવસે સવારે 9.30 વાગ્યે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય જયઘોષસૂરિશ્વરજી મહારાજ સાહેબના જીવન પ્રસંગો દર્શાવતી આર્ટ ગૅલેરીને પૂજ્ય આચાર્ય હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય આચાર્ય કલ્યાણબોધિસૂરિશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ભાવિકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન વસંતભાઈ અદાણીએ કર્યું હતું. ચ્યવન કલ્યાણક અંતર્ગત માતા-પિતા, ઇન્દ્ર-ઇન્દ્રાણીના અલંકારોનું અભિમંત્રણ, ઇન્દ્ર-ઇન્દ્રાણીની સ્થાપના, વેદિકા પૂજન, પ્રતિષ્ઠાચાર્ય પૂજન તથા ચૌદ સ્વપ્ન દર્શન વિધાન સંપન્ન થયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - this inauguration of an art gallery based on the life of jayagoshasuri 055115


from Divya Bhaskar https://ift.tt/2OqxM1H

Comments