સરદારનગર, શહેરકોટડા, માધુપુરા અને ગોમતીપુરમાં જુગાર રમતા આઠ પકડાયા

શહેરમાં સોમવારે પોલીસ પેટ્રોલિંગ કરતી હતી તે દરમિયાન માધુપુરા, સરદારનગર, શહેરકોટડા અને ગોમતીપુરમાં જુગાર રમતા કેટલાક શખ્સોની બાતમી મળી હતી. આ તમામ સ્થળે પોલીસે દરોડો પાડી 8 જુગારીને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રૂ.24 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

શહેરમાં સોમવારે સરદારનગર, માધુપુરા, શહેરકોટડા અને ગોમતીપુર પોલીસ પેટ્રોલિંગ કરતી હતી. દરમિયાન પોલીસને અલગ અલગ જગ્યાએ ગોળ કુંડાળું કરીને કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે તેવી બાતમી મળી હતી, આથી પોલીસ બાતમી વાળી જગ્યાએ પહોંચી હતી અને ગોમતીપુરમાં જુગાર રમતા ભાવિક ભાવસાર અને જયસન પેરૂમાર્ડન તથા સરદારનગરમાંથી હરીશચંન્દ્ર મારવાડી અને શહેરકોટોડામાંથી પ્રદીપ ગૌડ, આસિફ મોહમદ રમજાન ગાંધી, નાસીરહુસૈન અંસારી અને સિરાજ અહેમદ સરફરાજ અંસારી તથા માધુપુરામાંથી મોહંમદ યુસુફ ખાજાભાઈ મોમીન નામના શખસોની ધરપકડ કરી હતી.

આ અંગે સરદારનગરમાંથી ના પકડાયેલ મુગડો જેલીયાભાઈ તમંચેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આ તમામ શખ્સો પાસેથી પોલીસે રૂ.24 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Dq9FKd

Comments