
સિટી રિપોર્ટર | ધ ગ્રાન્ડ ભગવતી ખાતે બે દિવસ માટે એટલે કે 27-28મી નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યાથી લઈને રાતનાં 8 વાગ્યા સુધી હાઈ-લાઈફ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતભરમાંથી ફેશન બ્રાન્ડ અને ડિઝાઈનર્સ તેમનાં પ્રોડક્ટને એક્ઝિબિટ કરાશે. આ એક્ઝિબિશનમાં ડિઝાઈનર એલિગન્ટ જ્વેલરી, ચિક એસેસરિઝ, ગિફટીંગ પ્રોડક્ટ્સ, ફૂટવેર અને હોમ ડેકોર પણ એક્ઝિબિટ કરવામાં આવશે. આ એક્ઝિબિશનમાં શ્રીલંકા , જયપુર, દિલ્હી, કોલકાતા, મુંબઈ, અમદાવાદ, જોધપુર જેવા વિવિધ શહેરોમાંથી ફેશન અને લાઈફસ્ટાઇલને લઈને ડિઝાઈન કરતાં આઉટફિટ્સ અને હેન્ડમેડ જ્વેલરી એક્ઝિબિટર્સ ઉપસ્થિત રહેશે. આ સાથે વેડિંગ સિઝનને લઈને બ્રાઇડલ વેર અને જ્વેલરી પણ મળી રહેશે. આ એક્ઝિબિશનમાં રૂપિયા 50થી લઈને 25 હજારથી પણ વધુ ડિઝાઈનર પ્રોડક્સ એક્ઝિબિટ્સ કરાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35DIxnn
Comments
Post a Comment