અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડેની બદલી, કે.કે. નિરાલા નવા કલેક્ટર

અમદાવાદના જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેની બદલી અચાનક જ કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય હેઠળના ઇન્ટરસ્ટેટ કાઉન્સિલમાં ડિરેક્ટર તરીકે કરી દેવાઇ છે. તેમના સ્થાને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના સભ્ય સચિવ ક્રિશ્ન કુમાર નિરાલાને અમદાવાદના કલેક્ટર બનાવાયા છે.

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા એક જમીનના વિવાદને કારણે વિક્રાંત પાંડેની બદલી હાલ કેન્દ્ર સરકારમાં કરી દેવાઇ હોવાનું સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર તરફથી થયેલા હુકમ પ્રમાણે વિક્રાંત પાંડેની આ નિમણૂક પાંચ વર્ષ માટે અથવા તો અન્ય નવો હુકમ ન થાય ત્યાં સુધી રહેશે. આમ, લગભગ પાંચ વર્ષ સુધી પાંડેને ગુજરાત પરત ફરવા ન મળે તેમ બની શકે. 2005ની બેચના અધિકારી એવા વિક્રાંત પાંડે આ પૂર્વે રાજકોટ, ભરૂચ અને વલસાડ જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જ્યારે નિરાલા પાટણ અને સુરેન્દ્રનગરમાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હાલમાં જ તેઓ વિદેશમાંથી લાંબી ટ્રેનિંગ લઇને પરત ફર્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2OrxM1w

Comments