દોડતાં મોત સમાન BRTS : ડ્રાઈવરને ચાર રસ્તા વટાવવા માત્ર 10 સેકન્ડ, બીજા સ્ટોપે પહોંચવા 2 મિનિટ, રોજ 100 કિમી બસ ચલાવવાની પણ બ્રેક 5 મિનિટનો જ

200
કિમી જેટલું અંતર દરેક બસે કાપવાનું હોય છે
100
કિમી પ્રત્યેક ડ્રાઈવરે રોજ બસ ચલાવવાની
30
સ્ટેશન RTOથી મણિનગર વચ્ચે
30
ચારરસ્તા RTOથી મણિનગર વચ્ચે
ટ્રીપ રદ ગણાતી અટકાવવા અને નિયત સમયમર્યાદામાં પહોંચવા BRTS ડ્રાઈવરો બસ બેફામ હંકારતા હોય છે
એકથી બીજા સ્ટોપ પર પહોંચવા 2 મિનિટની સમયમર્યાદા સ્ટ્રેસ વધારે છે
બીઆરટીએસ કોરિડોરમાં બસ હંકારતા ડ્રાઇવરને એક સ્ટોપથી બીજા સ્ટોપ વચ્ચે માત્ર બે મિનિટમાં પહોંચવાનું હોય છે. તેમાં એક તરફથી મુસાફર બેસાડવાથી લઇને બીજા સ્ટોપ પર મુસાફર ઉતારવા સુધીનો સમય આવી જાય છે.
ડ્રાઈવરને ચાર રસ્તા ક્રોસ કરવા માટે 5થી 10 સેકન્ડનો સમય મળે છે
દરેક બીઆરટીએસ ડ્રાઈવરને ચાર રસ્તા ક્રોસ કરવા ગ્રીન લાઇટ થાય અને તે રેડ થાય તેની 5થી 10 સેકન્ડમાં જ વાહન એક તરફથી બીજી તરફ લઇ જવાનું હોય છે. ત્યારે બીઆરટીએસ બસ ડ્રાઇવરને પોતાનું વાહન ખુબજ ઝડપથી પસાર કરવું પડે છે.
બસ 15 મિનિટથી વધુ મોડી પડે તો ટ્રીપ રદ થાય અને પેનલ્ટી પણ લાગે છે
દરેક ડ્રાઇવરને એક બસની 3 થી 4 ટ્રીપ કરવાની હોય છે, એક બસ રૂટ પરથી તેના છેલ્લા સ્ટેન્ડ પર પહોંચતાં જ તે બસ બીજો ડ્રાઇવર હંકારે છે. જ્યારે તે બસનો ડ્રાઇવર થોડો સમય માટે વિરામ કર્યા બાદ બીજી બસ ચલાવે છે. દિવસમાં 4 ટ્રીપ એટલે અંદાજે 100 કિ.મી. બસ તેણે ચલાવવાની હોય છે. ઼ડ્રાઈવર નિયત સમયમાં ન પહોંચે અને બસ જો 15 મિનિટ કે તેથી વધુ મોડી પડે તો બસની એક ટ્રીપ રદ ગણાય છે.
કોરિડોરમાં ST, AMTSથી રૂકાવટ
બીઆરટીએસ કોરીડોરમાં હવે એસટી, એએમટીએસ, એમ્બ્યુલન્સ અને અન્ય કેટલાક વાહનોને ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે બીઆરટીએસ બસ માટે આ તમામ વાહનો પણ અંતરાય રૂપ બનતા સમયસર પહોંચવા ડ્રાઈવર બસ ભગાવે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DtWnfU
Comments
Post a Comment