
પીએ મહેતા ત્યાં વારંવાર આંટા મારી રહ્યા હતા
અશ્વિન રાઠોડ તરફથી કરાયેલી ઇલેક્શન પિટિશનમા એવી રજૂઆત કરાઇ હતી કે, મતગણતરી થતી હતી તે સમયે ભૂપેન્દ્રસિંહના પીએ મહેતા ત્યાં વારંવાર આંટા મારી રહ્યા હોવાના સીસીટીવી ફૂટેજ છે તે ફરીથી કોર્ટમાં દર્શાવવા જોઇએ. આ અંગે તપાસ થતાં જાણવા મળ્યું હતું કે, ફૂટેજની સીડી ગુમ થઇ ગઇ છે. સીડી ગુમ થવા મામલે હાઇકોર્ટે નારાજગી દર્શાવી હતી. જોક ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સમય આવશે ત્યારે તેનો જવાબ રજૂ કરશે.
ધવલ જાની સહિતની ઓળખ થઇ હતી
મતગણતરી સમયના સીસીટીવી ફૂટેજ કોર્ટમાં દર્શાવવામાં આવ્યા હતા જેને આધારે ધવલ જાની અને અન્યોની ઓળખ કરાઇ હતી. પરંતુ તે સમયે હાઇકોર્ટે અન્ય સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઇને ધવલ જાનીની ભૂમિકા વિશે સરકાર પાસે જવાબ માગ્યો હતો. મતગણતરીમાં ધવલ જાની સહિત મહેતા પણ હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OXSEwA
Comments
Post a Comment