GSTની ઓટો જનરેટ રેડ ફ્લેગ નોટિસથી કરદાતાઓ પરેશાન

અમદાવાદ | ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં જીએસટીએન નેટવર્ક દ્વારા રેડ ફ્લેગની ઓટો જનરેટેડ નોટિસો વારંવાર કરદાતાઓને ફટકારાય છે. મોટી સંખ્યામાં આ નોટિસો કરદાતાઓને મળવાથી કરદાતાઓ પરેશાન થયા છે. કરદાતાઓને નોટિસના 5 દિવસમાં માંગેલી માહિતી આપવાની રહે છે. આમ કરદાતાઓને ઓછા સમયમાં નોટિસનો જવાબ રજૂ કરવાનો હોવાથી પરેશાન થયા છે.

અગાઉ રિટર્નમાં થયેલી ભૂલ સુધારવા માટે 1 મહિનો મળતો હતો

જીએસટી કરદાતાઓને જીએસટી પોર્ટલ દ્વારા વારંવાર રેડ ફ્લેગ નોટિસો મળવાથી પરેશાન થઇ ગયા છે. જીએસટી નેટવર્કે અમલમાં મૂકેલ જીએસટીએન સોફ્ટવેરના કારણે જુદા જુદા રિપોર્ટ જેવા કે, જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બી સરખામણી, જીએસટીઆર-2એ અને જીએસટીઆર-3બીની સરખામણી, જીએસટીઆર-1 અને ઇ-વે-બિલની સરખામણી, જીએસટીઆર-3બી નિકાસ અને આઇસગેટના ડેટાની સરખામણી કરીને નીકળેલી ભૂલોને જીએસટીએન પોર્ટલ દ્વારા એસએમએસથી દર્શાવેલ તફાવતને જરૂરી સ્પષ્ટતા કરવા માટે 2થી 5 દિવસનો સમય આપવામાં આવે છે. જેથી કરદાતાઓએ તમામ કામધંધો બાજુએ મૂકીને નોટિસના જવાબ માટે દોડવું પડે છે. આવી નોટિસો વારંવાર મળવાથી કરદાતાઓ અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ ઉપરાંત રિટર્નમાં થયેલી ભૂલોને સુધારવા સમય ઓછો આપવામાં આવે છે. આ નોટિસના કારણે કરદાતાઓએ તમામ કામ પડતા મૂકીને કમ્પ્લાયન્સ માટે દોડવું પડે છે. જ્યારે જીએસટી કાયદા મુજબ એક મહિનામાં ભૂલ થયેલી હોય તો તેના પછીના મહિનામાં સુધારી શકાય છે. તેમ છતાં પણ આવી નોટિસ જનરેટ થઇને કરદાતાઓ પાસે અલગ અલગ વિગતો માંગવામાં આવતા કરદાતાઓને પરેશાનીનો સામનો કરવો પડે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2OjAczd

Comments