સેટેલાઇટમાં શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ કરતો 1 પકડાયો

સેટેલાઈટમાં મોબાઈલમાં ‘મીતા ટ્રેડર્સ - 5 ’ નામની એપથી લાઈસન્સ વગર ગેરકાયદે શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ કરતા યુવાનની સેટેલાઈટ પોલીસે ધરપકડ કરી છે.

પ્રહલાદનગર ગાર્ડનથી સેટેલાઈટ તરફ જતાં રોડ પર એક યુવાન મોબાઈલમાં મીતા ટ્રેડર્સ - 5 નામની એપથી લાઈસન્સ વગર શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ કરતો હોવાની માહિતી સેટેલાઈટ પોલીસને મળી હતી. પોલીસ તપાસ કરતાં જય બ્રહ્મભટ્ટ નામનો યુવક મળ્યો હતો. પોલીસે જયનો મોબાઈલ ચેક કરતા તેમાંથી મીતા ટ્રેડર્સ - 5 નામની એપ મળી આવી હતી. તેની મદદથી રૂ.19,500 અને રૂ.11,500ના એમ બે ટ્રાન્ઝેક્શન શેરની ખરીદ વેચાણ કરવામાં આવી હતી. જો કે જય પાસે શેર ખરીદ વેચાણ કરવાનું લાઈસન્સ નહીં હોવા છતાં તે ગેરકાયદ રીતે ઓન લાઈન ડબ્બા ટ્રેડિંગ કરતો હોવાનું જાણવા મળતા સેટેલાઈટ પોલીસે તેની ધરપકડ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/37hZWCM

Comments