ધોરણ 10, 12 સામાન્ય પ્રવાહ- સાયન્સ બોર્ડ પરીક્ષા 5 માર્ચથી

અમદાવાદ | ગુજરાત શિક્ષણ બોર્ડે માર્ચ- 2020માં શરૂ થનારી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધોરણ 10, 12 સામાન્ય પ્રવાહ, સાયન્સની પરીક્ષા 5 માર્ચથી શરૂ થશે. મંગળવારે મળેલી પરીક્ષા સમિતીની બેઠકમાં રાજ્યનાં 41 નવાં કેન્દ્રોને મંજૂરી અપાઈ હતી, જ્યારે 25 કેન્દ્રો રદ કરાયાં હતાં.

પરીક્ષા સમિતિની બેઠકમાં 41 નવા કેન્દ્ર મંજૂર કરાયાં

ધોરણ 10 | પેપરનો સમય સવારે 10થી 1.45 વાગ્યાનો રહેશે

તારીખ વિષય

5 માર્ચ, ગુરુવાર ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દૂ, સિંધી, તામિલ, તેલુગુ (પ્રથમ ભાષા)

7 માર્ચ, શનિવાર વિજ્ઞાન

11 માર્ચ, બુધવાર ગણિત

13 માર્ચ, શુક્રવાર સામાજિક વિજ્ઞાન

14 માર્ચ, શનિવાર ગુજરાતી (દ્વિતીય ભાષા)

16 માર્ચ, સોમવાર અંગ્રેજી (દ્વિતીય ભાષા)

17 માર્ચ, મંગળવાર હિન્દી, સિંધી, સંસ્કૃત, ફારસી, અરબી, ઉર્દૂ (દ્વિતીય ભાષા)

ધોરણ 12 સામાન્ય પ્રવાહ | બે શિફ્ટમાં પરીક્ષાનું આયોજન

તારીખ સવારે 10.30થી 1.45 બપોરે 3થી 6.15

5 માર્ચ, ગુરુવાર સહકાર પંચાયત નામાના મૂળ તત્ત્વો

6 માર્ચ, શુક્રવાર ઇતિહાસ આંકડાશાસ્ત્ર

7 માર્ચ, શનિવાર કૃષિવિદ્યા, ગૃહજીવન વિદ્યા, વસ્ત્રવિદ્યા,

પશુપાલન અને ડેરી વિજ્ઞાન, વન ઔષધી વિદ્યા તત્ત્વજ્ઞાન

11 માર્ચ, બુધવાર - અર્થશાસ્ત્ર

12 માર્ચ, ગુરુવાર સેક્રેટરિયલ પ્રેક્ટિસ, વાણિજ્ય વ્યવહાર ભૂગોળ

13 માર્ચ, શુક્રવાર સામાજિક વિજ્ઞાન વાણિજ્ય વ્યવસ્થા

14 માર્ચ, શનિવાર - મનોવિજ્ઞાન

16 માર્ચ, સોમવાર સંગીત સૈદ્ધાંતિક ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી, અંગ્રેજી, તામિલ

17 માર્ચ, મંગળવાર - હિન્દી (દ્વિતીય ભાષા)

18 માર્ચ, બુધવાર - ગુજરાતી, અંગ્રેજી (દ્વિતીય)

19 માર્ચ, ગુરુવાર ચિત્રકામ સૈદ્ધાંતિક, ચિત્રકામ પ્રાયોગિક કમ્પ્યુટર પરિચય

20 માર્ચ, શુક્રવાર - સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત

21 માર્ચ, શનિવાર રાજ્યશાસ્ત્ર સમાજશાસ્ત્ર

ધોરણ 12 સાયન્સ | સમય: બપોરે 3થી 6.30 વાગ્યાનો રહેશે

તારીખ વિષય

5 માર્ચ, ગુરુવાર ભૌતિક વિજ્ઞાન

7 માર્ચ, શનિવાર રસાયણ વિજ્ઞાન

11 માર્ચ, બુધવાર જીવ વિજ્ઞાન

12 માર્ચ, ગુરુવાર ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી, તામિલ (પ્રથમ ભાષા) ગુજરાતી (દ્વિતીય હિન્દી (દ્વિતીય), સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત, 3થી 5.15 કમ્પ્યુટર (સૈદ્ધાંતિક)

14 માર્ચ, શનિવાર ગણિત

16 માર્ચ, સોમવાર અંગ્રેજી (પ્રથમ ભાષા), અંગ્રેજી (દ્વિતીય ભાષા)

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં જે સ્કૂલોમાં ગેરરીતિ થઈ હતી તે સ્કૂલોને એક્ઝામ સેન્ટર અપાયાં નથી. કુલ 25 કેન્દ્ર રદ કરાયાં છે.

માત્ર કમ્પ્યુટર એજ્યુકેશન (સૈદ્ધાંતિક)નું પેપર બપોરે 3થી 5.15 વાગ્યાનું રહેશે. બાકીના વિષયની પરીક્ષા 3થી 6.30 સુધીની છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/37nDHvg

Comments