શાહીબાગમાં 10મીએ જોબ ફેર, 800 પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ લેવાશે

એજ્યુકેશન રિપોર્ટર| અમદાવાદ

શાહીબાગ ગિરધરનગર મદદનીશ નિયામકમાં રોજગાર કચેરીમાં રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના ઉપક્રમે આગામી 10 જાન્યુઆરીએ રોજગાર મેળો યોજાશે, જેમાં આશરે 800 પોસ્ટ પર ભરતી માટે ઇન્ટરવ્યૂ લેવાશે. આ મેળામાં આઈટીઆઈ ટ્રેડ ફિટર, ટર્નર,વેલ્ડર, ફેબ્રિકેટર, મિકેનિકલની લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપરાંત ધો. 10 અને 12 પાસ, બીએ, બીકોમ, બીએસસી, એમબીએ માર્કેટિંગ ફાઈનાન્સ સહિતના કોર્સની ડિગ્રી ધરાવનાર ઉમેદવારો ભાગ લઈ શકશે.

મેરિટના આધારે પગાર ધોરણ નક્કી થશે

આ રોજગાર મેળામાં ભાગ લેનારા ઉમેદવારોને માસિક 8 હજારથી 35 હજાર સુધીની જોબ ઓફર કરવામાં આવશે. રોજગાર મેળામાં ભાગ લેનારા ઉમેદવારો મેરિટના આધારે નિર્ધારિત પગાર ધોરણ મેળવી શકશે.

દસ્તાવેજોની ચકાસણી બાદ ઇન્ટરવ્યૂ

રજિસ્ટ્રેશન ટોકન નંબરની ફાળવણી ટોકન નંબરની ફાળવણી થઈ હોય તે યુવકોના શૈક્ષણિક દસ્તાવેજો ચકાસણી ત્યારબાદ ઈન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરાશે. ઇન્ટરવ્યૂ બાદ સેલેરી પેકેજ ઓફર કરવામાં આવશે.

ઓનલાઈન અરજી કરી શકશે

કંપનીઓની ખાલી જગ્યાની જાણ urlzs.com/FEsRR અપલોડ કરવામાં આવશે તેમ જ યુવકો https://goo.gl/siuxc6 સાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Susogu

Comments