અમદાવાદ-મુંબઈ સ્લીપરનું ભાડું રૂ.10, થર્ડ-સેકન્ડ ACનું 20 વધ્યું

નવા વર્ષના પહેલા દિવસથી જ રેલવે ટ્રેનોના બેઝ ફેરમાં વધારો કરાયો છે. જનરલ ક્લાસમાં કિલોમીટર દીઠ 1 પૈસા, સ્લીપર ક્લાસમાં 2 પૈસા અને એસી ક્લાસમાં 4 પૈસાનો વધારો કરાયો છે. આ વધારો મેલ એક્સપ્રેસ, રાજધાની, દુરન્તો, મહામના, તેજસ સહિત તમામ ટ્રેનો પર લાગુ થશે. જોકે રિઝર્વેશન, સુપરફાસ્ટ ચાર્જ સહિત અન્ય ચાર્જમાં કોઈ વધારો નહીં થાય. એજરીતે તમામ ટિકિટ પર નિયમ મુજબ જીએસટી ચાર્જ લેવામાં આવશે.

બુધવારથી દેશભરની તમામ લોકલ, એક્સપ્રેસ તેમજ પ્રીમિયમ ટ્રેનોના ભાડાં વધી જશે. લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો પર સરેરાશ 20થી 40 રૂપિયાનો આર્થિક બોજો પડશે. 1 જાન્યુઆરી પહેલા પેસેન્જરોએ બુક કરેલી તમામ ટિકિટ પર કોઈ ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે. એજરીતે રેલવે દ્વારા તમામ ટિકિટ પર 5 રૂપિયાના ગુણાંકમાં ભાડું વસૂલ કરવામાં આવશે.

અમદાવાદથી મુખ્ય શહેરોનું ભાડું

શહેર સ્લીપર થર્ડ એસી સેકન્ડ એસી

મુંબઈ 305/315 790/810 1115/1135

દિલ્હી 475/495 1255/1295 1795/1820

ભોપાલ 350/365 950/975 1370/1395

વારાણસી 620/655 1675/1740 2455/2520

હાવડા 760/805 2010/2095 2940/3025

ચેન્નઈ 720/760 1900/1975 2780/2855

રેલવેમાં હવે 139 અને 182 હેલ્પ લાઈન નંબર પર જ સેવા મળશે

રેલવેએ તમામ હેલ્પ લાઈન નંબરો બંધ કર્યા છે. 1 જાન્યુઆરીથી સુવિધા માટે 139 અને સુરક્ષા માટે 182 પર ફોન કરવાનો રહેશે. આ બંને માટે પેસેન્જરે મિનિટ દીઠ રૂ.2 તેમજ SMS માટે રૂ.3 ચાર્જ ચૂકવવો પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2QbfmDc

Comments