
હવામાન વિભાગના આંકડા મુજબ, શનિવારે અમદાવાદમાં વહેલી સવારથી 5થી 10 કિલોમીટરની ગતિના ઠંડા પવનો શરૂ થયા હતા. જેને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.2 ડિગ્રી ગગડીને 24.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.1 ડિગ્રી ગગડીને 10.2 ડિગ્રી નોંધાયુ હતું. તેમજ દિવસ દરમિયાન ચાલુ રહેલાં ઠંડા બર્ફીલા પવનોથી લોકોએ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. એટલું જ નહિ, ડિસેમ્બર મહિનામાં સતત ચોથી વાર ઠંડીનો પારો ગગડતાં 10.2 ડિગ્રી સાથે શનિવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ સાબિત થયો હતો.
સવારે 5.30થી 7 દરમિયાન 2.2 ડિગ્રી પારો ગગડ્યો
12.4
10.2
5.30
7.00
અમદાવાદમાં વહેલી સવારે 5.30 કલાકે ઠંડીનો પારો 12.4 ડિગ્રી નોંધાયો હતો, પરંતુ, ઠંડા પવનોથી સવારે 6.30થી 7.0 વાગ્યા દરમિયાન ઠંડીનો પારો 2.2 ડિગ્રી ગગડીને 10.2 ડિગ્રી નોંધાયો હતો. ત્યારબાદ 8.30થી 11.30 કલાક દરમિયાન ઠંડીનો પારો 9.0 ડિગ્રીએ પહોંચ્યો હતો છતાં ઠંડા પવનોથી લોકો દિવસભર ઠૂંઠવાયા હતા.
21.8
12.8
11.30
8.30
22.6
24.4
2.30
17.2
5.30
8.30
5થી 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો
અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવનો શરૂ થયાં હતા. જો કે, પવનની ઝડપ 5થી 10 કિ.મી.ની વચ્ચે હોવા છતાં ઠંડા બર્ફિલા પવનોથી પવનની તીવ્રતા વધુ લાગતી હતી. વહેલી સવારે 8થી 11 દરમિયાન પવનની ઝડપ વધુ રહી હતી, જેથી પવન ગતિ વધુ ન હોવા છતાં લોકો ઠંડીથી ઠુંઠવાયા હતા. દિવસ દરમિયાન લોકોએ ગરમ કપડા પહેરવાની ફરજ પડી હતી. જો કે, બપોર પછી પવનોની ઝડપ ઘટતાં લોકોએ રાહત મેળવી હતી.
’14નો ડિસેમ્બર સૌથી ઠંડો
છેલ્લાં 5 ડિસેમ્બર ઠંડી










4 દિવસની સ્થિતિ
રવિવાર 9 ડિગ્રીની આસપાસ
સોમવારે 9થી 10 ડિગ્રી
મંગળવાર 10 ડિગ્રી
બુધવાર 10થી 12 ડિગ્રી વચ્ચે
ગુરુવાર 12થી 14 ડિગ્રી
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, કોલ્ડવેવની અસરોથી ચાર દિવસ શહેરમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. આગામી બે દિવસ અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની થવાની શક્યતા છે. બુધવારથી ફરીથી અમદાવાદના મહત્તમ-લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Sx9khE
Comments
Post a Comment