
એસજી હાઇવે ખોદ્યા સિવાય પાઈપલાઈન નખાશે
શહેરમાં આવેલા તળાવો ચોમાસા બાદ સુકા બની જાય છે અથવા તો તેમાં ગટરના ગંદા પાણીથી ભરવામાં આવે છે. આ સમસ્યાના નિકાલ માટે મ્યુનિ. દ્વારા વિશેષ રીતે આ તળાવોને નર્મદાના પાણીથી ભરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. તે માટે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક નર્મદા કેનાલથી ખોરજ તળાવ સુધી એક 1200 મીમી વ્યાસની આરસીસી, એનપી-3 ક્લાસની ગ્રેવીટી પાઇપલાઇન નાંખવામાં આવશે. જેના દ્વારા તે પાણી ખોરજ તળાવ અને ત્યાંથી ઇન્ટરલિકિંગ દ્વારા અન્ય તળાવોમાં પણ નર્મદાના પાણી ભરવામાં આવશે. આ માટે તંત્રને નેશનલ હાઇવે ઓથોરિટી તરફથી મંજૂરી મળી ગઇ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MCGJEa
Comments
Post a Comment