દિશમાન ગ્રૂપ પાસેથી રૂ. 1770 કરોડના વ્યવહારો મળી આવ્યા

અમદાવાદ | 19 ડિસેમ્બરે દિશમાન ગ્રૂપના 18 સ્થળે આઈટીએ દરોડા પાડ્યા હતા. કંપનીના દસ્તાવેજો, સર્વર, લેપટોપ અને મોબાઈલના ડેટાની એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી, જેમાં ગ્રૂપ પાસેથી 1770 કરોડના વ્યવહારો મળ્યા છે.

દોઢ વર્ષ પહેલા ITએ સંજય શાહ, જિજ્ઞેશ શાહના ત્યાં પાડેલા દરોડાનો રેલો દિશમાન ગ્રૂપ સુધી પહોંચ્યો

ઈન્કમટેક્સ વિભાગે દિશમાન ગ્રૂપના 24 લોકર, રૂ. 64.47 લાખ રોકડ, રૂ. 75 લાખ જ્વેલરી અને રૂ. 42 લાખની 16 દેશોની ફોરેન કરન્સી જપ્ત કરી છે. કંપનીએ સિસ્ટેમેટિક ટ્રાન્સફર અને બોગસ રિસિપ્ટ બનાવીને કરોડોની ટેક્સ ચોરી કરી છે તેમાં સેલ્સ કમિશનના 90 કરોડના રેકોર્ડ મળી આવ્યા છે. આ ઉપરાંત 370 કરોડની લેવડ દેવડના હિસાબો મળી આવ્યા છે. જ્યારે લોન અને એડવાન્સના 700 કરોડના વ્યવહારોની તપાસ ચાલુ છે. કંપનીના આ કૌભાંડમાં અમદાવાદના CAનું નામ પણ સામે આવ્યું છે.

દોઢ વર્ષ પહેલાં સેલ કંપનીના સંચાલક સંજય શાહ અને જિજ્ઞેશ શાહને ત્યાં આઈટીએ દરોડો પાડ્યો હતો, જેમાં આ કેસના તાર પણ દિશમાન ફાર્મા સાથે જોડાયા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે.

ટેક્સ ચોરીનો આંક

170 કરોડનો જાન્યુઆરી 2014થી ડિસેમ્બર 2019 દરમિયાનનો નફો

327 કરોડના બેહિસાબી રૂપિયાના અનેક વ્યવહારો

600 કરોડની બોગસ લોન

700 કરોડની બોગસ લોન

50 કરોડની બોગસ ખરીદી

90 કરોડના બોગસ વેચાણ અને કમિશન

અલંગના પ્રિયાબ્લૂના 4.40 કરોડ પણ જપ્ત

અલંગની શિપ બ્રેકર્સ કંપની પ્રિયા બ્લ્યૂ ઈન્ડસ્ટ્રીઝના માલિક સંજય મેહતા અને ગૌરવ મેહતાના ઘર અને કંપનીના 38 સ્થળે આઈટીએ સર્ચ કરી રૂ. 4.40 કરોડના રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/37nFUXB

Comments