રખિયાલમાં બે અને બાપુનગરમાં 1 મોબાઇલ ઝૂંટવાયો

રખિયાલમાં બે અને બાપુનગરમાં એક એમ 24 કલાકમાં ત્રણ સ્થળે મોબાઇલની લૂંટ થયાની ઘટના પ્રકાશમાં આવી છે.

દાણીલીમડાના શાલીમાર થિયેટરની સામે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા હનીફ પટની સોમવારે સાંજે રખિયાલમાં ઓફિસની બહાર બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારેે કોઈ અજાણ્યો શખસ તેમની પાછળથી બાઈક લઈને આવ્યો અને તેમના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ભાગી ગયો હતો. બીજી ઘટના ગોમતીપુરની કસાઈની ચાલીમાં રહેતા મોહંમદ રિયાઝ શેખ રવિવારે સાંજે તેજેન્દ્ર એસ્ટેટની સામેના રોડ ઉપર ફોન પર તેના મિત્ર વાત કરતા પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકચાલક તેમના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ભાગી ગયો હતો. આ બન્ને ઘટના અંગે રખિયાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જ્યારે બાપુનગરના શાંતિ એન્ક્લેવમાં રહેતા મિરલ અમીન રવિવારે સોનેરિયા બ્લોક સામેથી પસાર થતા હતા ત્યારે બાઇકચાલક તેમના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી ભાગી ગયો હોવાની બાપુનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/39ymC3R

Comments