ઇલેક્ટ્રિફિકેશન અને ટ્રેક ડબલિંગથી અમદાવાદ- દિલ્હી વચ્ચે ટ્રેનની મસાફરીમાં 2થી 3 કલાક બચશે

હાલ અમદાવાદથી દિલ્હી જવું હોય આશરે 16થી 17 કલાકનો સમય લાગે છે. આ સમય ઘટાડવા માટે રેલવે દ્વારા અમદાવાદ - દિલ્હી રેલવે લાઈન પર ટ્રેક ડબલિંગની સાથે ઇલેક્ટ્રીફિકેશનની કામગીરી કરવામાં આવી છે. હાલ આ કામગીરી અંતિમ તબક્કામાં છે અને જૂન 2020 સુધી પૂર્ણ થાય તેવી શક્યતા છે. જેથી જૂન બાદ આ રૂટ પર રોકાયા વગર ટ્રેનોની ઝડપ વધતા પેસેન્જરોનો 2થી 3 કલાકનો સમય બચશે.

રેલવે અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદથી દિલ્હી સુધીનો રૂટ લગભગ 960 કિમીનો છે. આ રૂટ પર હાલ અમદાવાદથી જયપુર થઈ દિલ્હી તરફ 45 જેટલી ટ્રેનો દોડે છે. આ ઉપરાંત જયપુર તેમજ જોધપુરથી દિલ્હી તરફ જતી અન્ય ટ્રેનો પણ આ રૂટ પર દોડે છે. આ રૂટ છેલ્લા કેટલાક વર્ષોથી સીંગલ ટ્રેક હતો પરંતુ ટ્રેનોની સંખ્યા વધતા એક ટ્રેનને પસાર કરવા માટે બીજી ટ્રેનને જે તે સ્ટેશને અટકાવી દેવાતી હતી. જેના પગલે ટ્રેનને સમય વધુ લાગતો હતો. હવે રેલવે તંત્ર દ્વારા આ રૂટ પર ટ્રેક ડબલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દિલ્હીથી જયપુર સુધી ટ્રેક ડબલિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

અમદવાદથી જયપુર વચ્ચે પણ મોટાભાગની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને ટ્રેક ઇન્ટરલોકિંગની કામગીરી બાકી છે જે ગણતરીના દિવસોમાં પૂર્ણ કરી દેવાશે.

એજરીતે અમદાવાદથી દિલ્હી સુધી દોડતી ટ્રેનો હાલ ડીઝલ એન્જીનથી દોડે છે. ત્યારે આ ટ્રેક પર દોડતી ટ્રેનો ઇલેક્ટ્રીક એન્જીનથી દોડે તે માટે સંપૂર્ણ રૂટનું વિદ્યુતીકરણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થતા ટ્રેનોની ઝડપ વધશે. એજરીતે આ રૂટનું વિદ્યુતીકરણ થયા બાદ તે અમદાવાદ - મુંબઈ રૂટ સાથે પણ ઇલેક્ટ્રીફિકેશનથી જોડાઈ જશે. જેના કારણે મુંબઈથી આવતી ટ્રેનોના એન્જીન અમદાવાદમાં બદલ્યા વગર આગળ દોડાવવામાં આવશે જેના પગલે એન્જીન બદલવામાં લાગતો સમય પણ બચશે.

કામગીરી અંતિમ તબક્કામાં, જૂનમાં પૂરી થશે

 હાલ અમદાવાદથી દિલ્હી રૂટ પર ટ્રેક ડબલ કરવાની સાથે સંપૂર્ણ રૂટના ઇલેક્ટ્રીફિકેશનની કામગીરી ચાલી રહી છે જે અંતિમ તબક્કામાં છે અને જૂન 2020 સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થતા આ રૂટ પર ટ્રેનોની સ્પીડ વધશે તેમજ એન્જીન બદલાવામાં લાગતો સમય પણ બચશે. એજરીતે ડબલ ટ્રેક થતા ટ્રેનો રોકાયા વગર સરળતાથી અવર જવર કરી શકશે. જેથી અમદાવાદથી દિલ્હી પહોંચતા 2થી 3 કલાકબચશે. પ્રદીપ શર્મા, જનસંપર્ક અધિકારી, અમદાવાદ ડિવિઝન

5 તબક્કામાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરાઈ

અમદાવાદથી દિલ્હી સુધી રેલવે લાઈનનું ઇલેક્ટ્રીફિકેશન કરવાનું કામ સંપૂર્ણ રૂટને પાંચ ભાગમાં થયું છે. જેમાં અમદાવાદથી આબુરોડ, આબુરોડથી મારવાડ, મારવાડથી જયપુર, જયપુરથી રેવાડી અને રેવાડીથી દિલ્હી સુધી પાંચ ભાગમાં ઇલેક્ટ્રીફિકેશનની કામ થયું છે. જેમાં આબુરોડથી આગળ ઇલેક્ટ્રીફિકેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પાલનપુરથી આબુરોડ વચ્ચેની કામગીરી ફેબુઆરી સુધીમાં પૂર્ણ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2ZwpU2R

Comments