2019 સેન્સેક્સ 14%, રોકાણકારોની મૂડીમાં રૂ. 11 લાખ કરોડનો વધારો

વિદાય લેતાં ઇસ્વીસન 2019ના છેલ્લા દિવસે સેન્સેક્સે 304 પોઇન્ટની પીછેહઠ નોંધાવી છે. પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન સેન્સેક્સે 14 ટકા વૃદ્ધિ નોંધાવી છે. જેના કારણે રોકાણકારોની મૂડીમાં પણ રૂ. 11 લાખ કરોડની આકર્ષક વૃદ્ધિ થવા સાથે માર્કેટકેપ રૂ. 155.54 લાખ કરોડની સપાટીએ આંબી ગયું છે. સમગ્ર વર્ષ ઇકોનોમિ, પોલિટિક્સ અને સેન્ટિમેન્ટ એમ ત્રણેય દ્રષ્ટિએ ઇવેન્ટ્સથી ભરેલું રહ્યું હતું. તે ઉપરાંત વૈશ્વિક ઇકોનોમિ અને શેરબજારોમાં પણ ભારે વોલેટિલિટી રહી હતી. ખાસ કરીને યુએસ- ચીન ટ્રેડવોરના નગારા આખું વર્ષ વાગતાં રહ્યા હતા. તેની અસર સ્થાનિક શેરબજારો ઉપર પણ જોવા મળી હતી. વિવિધ સેક્ટોરલ્સની વાત કરીએ તો ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, એફએમસીજી, હેલ્થકેર, મેટલ, મિડકેપ, સ્મોલકેપ ઇન્ડાઇસિસમાં ઘટાડો નોંધાયો હતો. સામે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઇનાન્સ, આઇટી, ઓઇલ, પાવર, પીએસયુ, રિયાલ્ટી, ટેકનોલોજી ટેલિકોમ ઇન્ડાઇસીસમાં સુધારો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ પેક- હેવીવેઇટ્સના કારણે માર્કેટ સુધર્યું

માર્કેટમાં એક લાગણી જોકે, એવી પ્રવર્તી રહી છે કે, ઇકોનોમિ, પોલિટિકલ તેમજ સેન્ટિમેન્ટ સહિતના ઇન્ડિકેટર્સ નેગેટિવ રહેવા છતાં માર્કેટમાં સિલેક્ટેડ હેવીવેઇટ્સના કારણે એકતરફી સુધારાની ચાલ રહી હતી. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 10 લાખ કરોડનું માર્કેટકેપ ધરાવતી પ્રથમ ભારતીય કંપની બની છે.

ડોલર સામે રૂપિયામાં 2.28% ઘસારો

વિતેલા કેલેન્ડર વર્ષ દરમિયાન ડોલર સામે રૂપિયો પણ 159 પૈસા (2.28 ટકા)ના ઘસારા સાથે 71.36ની સપાટીએ બંધ રહ્યો છે. છેલ્લા દિવસે પણ રૂપિયો 5 પૈસા ઘટેલો રહ્યો હતો. 2018ના અંતે ડોલર સામે રૂપિયો 69.77ની સપાટીએ રહ્યો હતો. જોકે, 2018માં 10 ટકાનો ઘસારો નોંધાવનારા રૂપિયામાં વર્ષ દરમિયાન ક્રૂડની વધતી કિંમતોની પણ અસર રહી હોવાનું એલકેપી સિક્યુરિટીઝે જણાવ્યું હતું.

કન્ઝ્યુ. ડ્યુરે., ફાઇનાન્સ, IT, ઓઇલ, પાવર, PSU, રિયાલ્ટી, ટેકનો. ટેલિકોમમાં સુધારો

2019માં ઇન્ડાઇસિસની વધઘટ

સુધરેલા ઇન્ડાઇસિસ

ઇન્ડેક્સ +પોઇન્ટ

સેન્સેક્સ 4586

કન્ઝ્યુ. ડ્યુરે. 4317

ફાઇનાન્સ 1067

આઇટી 1387

ઓઇલ 1097

પાવર 73

પીએસયુ 281

રિયાલ્ટી 482

ટેકનોલોજી 651

ટેલિકોમ 128

ઘટેલા ઇન્ડાઇસિસ

ઇન્ડેક્સ -પોઇન્ટ

ઓટો 2349

બેન્કેક્સ 5295

કેપિ. ગુડ્સ 1877

એફએમસીજી 423

હેલ્થકેર 494

મેટલ 1411

સ્મોલકેપ 1008

મિડકેપ 470



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - 2019 sensex 14 investor capital rs 11 lakh crore increase 055040


from Divya Bhaskar https://ift.tt/39nXyfL

Comments